Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથના જળાશયોમાં ઘટ્યું જળસ્તર, પાણીની સ્થિતિ ચિંતાજનક:હિરણ-02 ડેમમાં માત્ર 23.51 ટકા પાણી; ઉદ્યોગોને 25 ટકા પાણીકાપ, આગામી દિવસોમાં કાપ વધારવાની વિચારણા

    3 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક બન્યું છે. જિલ્લાના સૌથી મોટા અને મહત્ત્વના હિરણ-02 (ઉમરેઠી) ડેમમાં હાલ માત્ર 23.51 ટકા જળજથ્થો ઉપલબ્ધ છે, જે ગંભીર સ્થિતિ સૂચવે છે. ચોમાસામાં અત્યાર સુધી 480 મિમી વરસાદ નોંધાયો હોવા છતાં, મોટાભાગનો વરસાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં પડ્યો છે, જેના કારણે પાણીનો મોટો જથ્થો દરિયામાં વહી ગયો છે. ગીર વિસ્તાર અને ખાસ કરીને તાલાલા તાલુકામાં સિઝનનો સૌથી ઓછો 288 મિમી વરસાદ નોંધાતા જળાશયો પર સીધી અસર થઈ છે. હિરણ-02 ડેમ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, સુત્રાપાડા, 32 ગામ જૂથ પાણી પુરવઠા યોજના, સોમનાથ ટ્રસ્ટ અને ડી.એમ. બારડ એજ્યુકેશન ટ્રસ્ટને પીવાનું પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ (ઇન્ડિયન રેયોન) અને જી.એચ.સી.એલ.-સુત્રાપાડા જેવા બે મોટા ઔદ્યોગિક એકમો પણ આ જળાશય પર નિર્ભર છે. પાણીની અછતને ધ્યાનમાં રાખીને, હાલમાં બંને ઔદ્યોગિક એકમોના પાણી પુરવઠામાં 25 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. જો આગામી દિવસોમાં જળાશયની સ્થિતિમાં સુધારો નહીં થાય, તો પાણીકાપમાં વધુ વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. ગત વર્ષની સરખામણીમાં અન્ય જળાશયોમાં પણ પાણીનો જથ્થો ઘટ્યો છે. હિરણ-01 ડેમમાં પાણીનો જથ્થો 72.92 ટકાથી ઘટીને 28.65 ટકા થયો છે. શિંગોડા ડેમમાં 89.90 ટકા સામે 36.88 ટકા અને મચ્છુન્દ્રી ડેમમાં 100 ટકા સામે હાલ માત્ર 47.90 ટકા પાણી ઉપલબ્ધ છે. જોકે, ઉના તાલુકાનો રાવલ ડેમ અપવાદરૂપે ગત વર્ષના 52 ટકા સામે હાલ 94.61 ટકા જળજથ્થા સાથે સારી સ્થિતિમાં છે. આમ, જિલ્લાના પાંચ પૈકી ચાર મુખ્ય જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર જયેશ કારાવદરાએ માહિતી આપતા જણાવ્યું કે, હિરણ-02 ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના અને ઔદ્યોગિક પાણીનો મુખ્ય આધાર હોવાથી તેની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. ચોમાસાનો મોટો સમય પસાર થઈ ગયો છે અને આગામી સમયમાં નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી જણાતી હોવાથી, આવનારું વર્ષ પાણીની દૃષ્ટિએ કપરું બની શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગોંડલના મોવિયામાં ₹7.95 લાખની ચોરીમાં 'ઘાંટવડિયા ગેંગ'ના 3 ઝડપાયા:દિવસે બંધ વાડી-મકાનોની રેકી કરીને ચોરી કરતાં, ચાંદીના દાગીના અને રોકડ જપ્ત
    Next Article
    રાહુલ બોલ્યા- સરકાર બેકફૂટ પર, આપણે આક્રમક રહેવું જોઈએ:એકતા આપણી પાર્ટીની તાકાત છે, TMCને જુઓ કેવી રીતે વિખેરાઈ ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment