Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરથી ₹78,900ના દારૂ સાથે શખસ ઝડપાયો:LCBએ 239 બોટલ જપ્ત કરી, સપ્લાયર-મંગાવનારની શોધખોળ શરૂ

    15 hours ago

    જામનગર LCB પોલીસે શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને એક્ટિવા સહિત કુલ ₹78,900ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. દારૂના સપ્લાયર અને મંગાવનારને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જામનગર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એલસીબી સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા તથા ભયપાલસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જામનગર શહેરના ખોડીયાર કોલોની, રાજ ચેમ્બર પાસે રોડ પરથી ધીરેનભાઈ ઈન્દ્રજીતભાઈ ચંદન (ઉં.વ. 28, રહે. સાધના કોલોની પાછળ, જડેશ્વર પાર્ક, શેરી નં. 1, મકાન નં. 1, જામનગર)ને તેના ટીવીએસ જ્યુપિટર (રજી. નં. જી.જે. 10 ઈ.જે. 7233) સાથે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 239 ચપલા (કિંમત ₹23,900), એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000) તથા ટીવીએસ જ્યુપિટર (કિંમત ₹50,000) મળી કુલ ₹78,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રામ જીવાભાઈ મોઢવાડિયા (રહે. નાઘેડી ગામ, તા. જી. જામનગર) પાસેથી લાવવામાં આવ્યો હોવાનું તેમજ તે રીટાબેન હીતેન્દ્રસિંહ જાડેજા (રહે. રાજ ચેમ્બર પાસે, જામનગર) માટે મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે ફરાર બંને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણમાં 94.38 લાખનો જપ્ત દારૂનો નાશ:11,725 બોટલો પર રોલર ફેરવી કાર્યવાહી કરાઈ
    Next Article
    ભરૂચમાં ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ઇમરજન્સી માટે 101 નંબર જાહેર, વાલિયા-વાડી માર્ગ પર ડાઈવર્ઝન પર પાણી, વાહનવ્યવહાર બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment