Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં 94.38 લાખનો જપ્ત દારૂનો નાશ:11,725 બોટલો પર રોલર ફેરવી કાર્યવાહી કરાઈ

    16 hours ago

    વઢવાણના સ્વામીની ખાણ ખાતે સુરેન્દ્રનગર પોલીસે મોટા પ્રમાણમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કર્યો છે. આ દારૂની કિંમત 94.38 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલી કુલ 11,725 ઇંગ્લિશ દારૂની બોટલોનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત 94,38,463 રૂપિયા થાય છે. વઢવાણ એસડીએમ મેહુલ ભરવાડ અને એએસપી વેદીકા બિહાની સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા કોર્ટના આદેશ અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન, જોરાવરનગર પોલીસ સ્ટેશન અને વઢવાણ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલો આ દારૂનો જથ્થો હતો. આ પ્રસંગે સંબંધિત પોલીસ અધિકારીઓ અને સ્ટાફ પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં છેલ્લી 40 મિનિટમાં 4 ઈંચ વરસાદ:જ્યાં જુઓ ત્યા માત્ર પાણી અને વાહનોની લાંબી કતાર, ઓફિસ જતા લોકો ભરાયા; વાસણા બેરેજના દરવાજા ખોલાયા
    Next Article
    જામનગરથી ₹78,900ના દારૂ સાથે શખસ ઝડપાયો:LCBએ 239 બોટલ જપ્ત કરી, સપ્લાયર-મંગાવનારની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment