Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈ મોકલવાની લાલચ આપી બેંક ખાતાં ખરીદ્યાં:બોસ સ્કેમ આચરતી ગેંગનો પર્દાફાશ, ઝિપ ફાઇલથી ડિવાઇસ હેક કરી 40 લાખ પડાવનાર હરિયાણાનો નવીન જાટ ઝડપાયો

    1 day ago

    સુરત શહેરમાં સાયબર ગઠિયાઓએ 'બોસ સ્કેમ' આચરીને કંપની માલિકના નામે રૂ. 40,00,000/- ની જંગી છેતરપિંડી આચરી હોવાની ગંભીર ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધાઈ હતી. ગુનાની વિગત મુજબ, ભેજાબાજ આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ પર બનાવટી ઇલેક્ટ્રોનિક કૂટલેખનવાળી એક શંકાસ્પદ ZIP ફાઇલ મોકલી હતી. આ ફાઇલ થકી ડિવાઇસ હેક કર્યા બાદ અજાણ્યા નંબર પરથી ફરિયાદીના ફોટાવાળી ફેક વ્હોટ્સએપ પ્રોફાઇલ ઊભી કરી હતી. ત્યારબાદ કંપનીના એકાઉન્ટન્ટનો સંપર્ક સાધી પોતે કંપનીનો અસલ માલિક હોવાનો સ્વાંગ રચી બેંક બેલેન્સ મેળવી લીધું હતું અને ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાં રૂ. 40,00,000/- ટ્રાન્સફર કરાવી લીધા હતા. સાયબર સેલે હરિયાણાના ફતેહાબાદથી 26 વર્ષીય નવીન જાટને દબોચ્યો આ આંતરરાજ્ય ઓનલાઇન ફ્રોડની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે હરિયાણા ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસે હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભુના તાલુકાના ગોરખપુર ગામમાંથી 26 વર્ષીય નવીન રાજેન્દર ભુરજારીલાલ જાટને ઝડપી પાડ્યો છે. અભ્યાસ કરતો આ આરોપી ડિજિટલ ફ્રોડ કરતી સિન્ડિકેટ માટે મહત્વની કડી તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. દુબઈ મોકલવાના બહાને મજૂર પાસે પેઢી ખોલાવી બેંક ખાતાં ખરીદ્યાં પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, નવીન જાટે અગાઉ પકડાયેલા હરિયાણાના હિસારના 21 વર્ષીય છૂટક મજૂર અમિત સુભાષ ચમારને દુબઈ મોકલવાની લાલચ આપી હતી. તેણે અમિતના નામે બનાવટી ફર્મ ઊભી કરાવી તેના કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. અમિતને માત્ર રૂ. 5,000/- કમિશન આપી 3 બેંક ખાતાં મેળવ્યાં હતાં. ત્યારબાદ નવીને પોતે રૂ. 40,000/- નું ઊંચું કમિશન રાખી આ ખાતાં સાયબર ફ્રોડ કરતી નાસતી ફરતી ટોળકીને સોંપી દીધાં હતાં. ઈન્ડસઈન્ડ બેંક ખાતામાં 53 લાખથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા તપાસ દરમિયાન ખુલ્યું છે કે, આ છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા ઇન્ડસઇન્ડ બેંકના કરન્ટ એકાઉન્ટમાં 8 એપ્રિલ, 2026 થી 24 મે, 2026 સુધીના ટૂંકા ગાળામાં કુલ રૂ. 53,06,216/- ના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હતા. સુરત સાયબર ક્રાઇમ સેલે તાત્કાલિક એક્શન લઈ ફરિયાદીના રૂ. 18,50,000/- રિકવર કરાવી રિફંડ અપાવવામાં સફળતા મેળવી છે, જ્યારે બાકીની રકમ રિકવર કરવાની પ્રક્રિયા ચાલુ છે. મોબાઈલમાંથી 7 બેંક ખાતાં મળ્યાં, મહારાષ્ટ્રમાં 87.60 લાખનો સ્કેમ ખુલ્યો ઝડપાયેલા નવીન જાટના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરતાં તેમાંથી અલગ-અલગ બેંકોના 7 એકાઉન્ટ્સ મળી આવ્યા હતા. આ ખાતાઓની વિગતો નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર ચકાસતાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આરોપીના એક ખાતા સામે મહારાષ્ટ્ર રાજ્યમાં રૂ. 87,60,000/- ની બોસ સ્કેમની અન્ય એક મોટી ફરિયાદ નોંધાયેલી છે. સુરત પોલીસ હવે આ આંતરરાજ્ય નેટવર્કના અન્ય નાસતા ફરતા મુખ્ય સૂત્રધારોને ઝડપી લેવા તપાસ તેજ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શહીદ જવાનની દીકરીનો આજીવન ખર્ચ ઉપાડશે અજય લોરિયા:પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજકે પરિવારને 1 લાખની મદદ પણ આપી
    Next Article
    પોલીસનો આભાર માનજો:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું પોલીસ પરિવાર અને નવરાત્રી છોડી તમારી સુરક્ષામાં, AMC ચેરમેને ગરબામાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment