Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સોના આરોપીના જામીન હાઇકોર્ટે નકાર્યા, કહ્યું-સગીરાની મરજી મહત્વ રાખતી નથી:વડોદરાના પરિણીત યુવકને સગીરા સાથે પ્રેમ સંબંધ, આરોપી બે બાળકોનો પિતા

    2 days ago

    વડોદરાના દેસર પોલીસ મથકે 2025માં 26 વર્ષીય આરોપી દેવાંગ પટેલ સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેને વડોદરાની કોર્ટે જામીન ન આપતા તેને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી નાખવામાં આવેલ છે. પરિણીત યુવકને સગીરા સાથે પ્રેમ સંબંધ અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર યુવક અને 17 વર્ષીય સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હતો. સગીરાને યુવક બંને પોતાની મરજીથી ભાગ્યા હતા. સગીરા સાથે કોઈ જોર જબરદસ્તી કરવામાં આવી નથી. બંને પક્ષકારો વચ્ચે સમાધાન થયું છે અને ફરિયાદી પક્ષ આગળ કેસ ચલાવવા માંગતા નથી. 'આરોપી બે બાળકોનો પિતા, છતાં આ કૃત્ય કર્યું હતું' સામે સરકારી વકીલ કરી હતી કે આરોપી 26 વર્ષનો છે અને બે બાળકોનો પિતા છે, તેમ છતાં તેને આ કૃત્ય કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટે નોધ્યું હતું કે આરોપીએ સગીરાને તેના કાયદેસરના વાલી પડામાંથી બગાડી જઈને, તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. પોક્સો એક્ટ અંતર્ગત આવા ગુનાહોમાં સગીરાની મરજી મહત્વ રાખતી નથી.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 24 જૂને દાહોદમાં શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપશે:મોટી ખરજ, ગાંગરડાની શાળાઓમાં શિક્ષણ ઉત્સવ, મુખ્યમંત્રીના કાર્યક્રમને કલેક્ટરે યોજી સમીક્ષા બેઠક
    Next Article
    ખાતર વિતરણ માટે શરૂ કરાયેલી એપ્લિકેશનથી ખેડૂતો પરેશાન:ટેકનિકલ ખામીઓ અને સર્વર ડાઉનની સમસ્યા; 40 થી વધુ મંડળીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી જૂની પદ્ધતિની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment