Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર:નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ઇમરજન્સી માટે 101 નંબર જાહેર, વાલિયા-વાડી માર્ગ પર ડાઈવર્ઝન પર પાણી, વાહનવ્યવહાર બંધ

    16 hours ago

    ભરૂચ શહેરમાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં આશરે 80 મિમી વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ હતી. જોકે, ભરૂચ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગે જણાવ્યું છે કે હાલ શહેરની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવીએ માહિતી આપી હતી કે, હાલ શહેરના કોઈ પણ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા નથી. પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર અને જનજીવન સામાન્ય બન્યું છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ, ઈજા કે મોટા નુકસાનની ઘટના નોંધાઈ નથી. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ફાયર વિભાગ એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ફાયર વિભાગે ભરૂચના નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈ અગત્યનું કામ ન હોય તો વરસાદ દરમિયાન ઘરની બહાર ન નીકળે અને વહીવટી તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરે. કોઈપણ દુર્ઘટના કે તાત્કાલિક મદદની જરૂરિયાત ઊભી થાય તો ભરૂચ ફાયર કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર 101 પર સંપર્ક કરવા જણાવાયું છે. ફાયર બ્રિગેડની ટીમ કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. વાલિયા-વાડી માર્ગ પર ડાઈવર્ઝન પર પાણી, વાહનવ્યવહાર બંધ ભરૂચના વાલિયા-વાડી માર્ગ પર ડહેલી-રાજપરા નજીક આવેલા બંને ડાઈવર્ઝન પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે કીમ નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો હતો. આને કારણે નદીના પાણી ડાઈવર્ઝન પર ફરી વળ્યા હતા. પાણીના તેજ પ્રવાહને કારણે બંને ડાઈવર્ઝન ધોવાઈ ગયા છે. આના પરિણામે આસપાસના પાંચ ગામોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્રએ લોકોને બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે. ભરૂચમાં 80 મિમી વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ભરૂચ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. ભારે વરસાદને કારણે ભરૂચ શહેર અને તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભરૂચ શહેરના કસક વિસ્તાર, સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને ચાર રસ્તા સહિતના મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક સ્થળોએ પાણી ભરાવાને કારણે વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં શાળાઓ અંગેનો નિર્ણય સ્થાનિક પરિસ્થિતિને આધારે લેવા માટે શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભરૂચ જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, જંબુસરમાં 9 મીમી, આમોદમાં 6 મીમી, વાગરામાં 10 મીમી, ભરૂચમાં 10 મીમી, ઝઘડિયામાં 2.5 ઇંચ, અંકલેશ્વરમાં 15 મીમી, હાંસોટમાં 2 ઇંચ, વાલિયામાં 1 ઇંચ અને નેત્રંગમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા છે. આ ઉપરાંત, ગરમી અને ઉકળાટમાંથી રાહત મળતા સામાન્ય લોકોમાં પણ આનંદની લાગણી પ્રવર્તી રહી છે. વરસાદી સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરથી ₹78,900ના દારૂ સાથે શખસ ઝડપાયો:LCBએ 239 બોટલ જપ્ત કરી, સપ્લાયર-મંગાવનારની શોધખોળ શરૂ
    Next Article
    Bengaluru-Mysuru Expressway gets second toll hike in 4 months; check new rates

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment