Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કન્યાને શણગારવા આવી ₹7.88 લાખના દાગીના ચોર્યા:રાજકોટની યુવતીને કમલાબાગ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો

    9 घंटे पहले

    પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ₹7.88 લાખના સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ રાજકોટની 22 વર્ષીય યુવતીને ચોરીના દાગીના સાથે ઝડપી પાડી છે. ગત 30 જૂન, 2026 ના રોજ વાઘેશ્વરી પ્લોટ, રોયલ પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 502 માં રહેતા કિશોરભાઈ રૂપારેલીયાના ઘરે તેમની દીકરીના લગ્ન હતા. આ પ્રસંગે બ્યુટી પાર્લરનું કામ કરવા માટે રાજકોટથી એક યુવતી આવી હતી. આ યુવતીએ લગ્નના માહોલનો લાભ ઉઠાવી કબાટમાંથી સોનાનો ચેઈન, ઈટાલિયન બ્રેસલેટ, સોનાનું કડું, બે વીંટી અને કાનની બાલી સહિતના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), ૨૦૨૩ ની કલમ ૩૦૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા દ્વારા ગુનો ઉકેલવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. રામના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફની વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. પોલીસે સ્થાનિક સીસીટીવી કેમેરા, 'નેત્રમ' કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. તપાસ દરમિયાન કમલાબાગ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એ.એ. ડોડીયા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ભટ્ટ, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન સોલંકીને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, બ્લૂ પેન્ટ અને પિંક ટીશર્ટ પહેરેલી એક યુવતી ચોરીના દાગીના સાથે કર્લીના પુલ પાસેના ગ્રાઉન્ડમાં છાપરા નીચે બેઠી હતી અને નાસી જવાની ફિરાકમાં હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વોચ ગોઠવી શંકાસ્પદ યુવતીને અટકાવી હતી. મહિલા પોલીસ દ્વારા તેની અંગજડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી ચોરીના તમામ દાગીના મળી આવ્યા હતા. પકડાયેલી યુવતીની ઓળખ આર્ચીબેન હિતેષભાઈ સાતા (ઉંમર ૨૨, રહે. કાલાવાડ રોડ, હવેલી ગલી, રાધાપાર્ક સી-૩, રાજકોટ) તરીકે થઈ હતી. શરૂઆતમાં દાગીના અંગે ગોળ-ગોળ જવાબો આપ્યા બાદ, પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ્યો હતો. આર્ચીબેને જણાવ્યું હતું કે તે કિશોરભાઈના ઘરે બ્યુટી પાર્લરના કામ માટે આવી હતી ત્યારે નજર ચૂકવીને કબાટમાંથી સોનાના દાગીના ચોર્યા હતા. રિકવર કરાયેલો મુદ્દામાલ (કુલ વજન: 59 ગ્રામ 750 મિલી) સોનાનો ચેઈન (1 નંગ): વજન 11 ગ્રામ 430 મિલી (કિંમત ₹1,50,875/-) સોનાનું ઈટાલિયન બ્રેસલેટ (1 નંગ): વજન 15 ગ્રામ 680 મિલી (કિંમત ₹2,06,975/-) સોનાનું કડું (1 નંગ): વજન 24 ગ્રામ 030 મિલી (કિંમત ₹3,17,195/-) સોનાની વીંટી (2 નંગ): વજન 06 ગ્રામ 810 મિલી (કિંમત ₹89,890/-) સોનાની કાનની બાલી (1 જોડી): વજન 01 ગ્રામ 800 મિલી (કિંમત ₹23,760/-) કુલ રિકવરી: ₹7,88,700/- નો મુદ્દામાલ કમલાબાગ પોલીસ સરાહનીય કામગીરી કરી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    44 તાલુકામાં મેઘમહેર, દ્વારકામાં હાઈ એલર્ટ:દરિયામાં 11 ફૂટ ઊંચા મોજા ઉછળશે, વેરાવળમાં શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા; સુરતમાં રસ્તાઓ ભૂગર્ભમાં ધસ્યા
    Next Article
    પાટણના કમલીવાડામાં મહિલાઓએ ઢુંઢિયા બાપજી પરંપરા જીવંત કરી:અધિક માસ અને જેઠ કોરા જતાં વરસાદ માટે મૂર્તિનું ભ્રમણ કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment