Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    44 તાલુકામાં મેઘમહેર, દ્વારકામાં હાઈ એલર્ટ:દરિયામાં 11 ફૂટ ઊંચા મોજા ઉછળશે, વેરાવળમાં શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા; સુરતમાં રસ્તાઓ ભૂગર્ભમાં ધસ્યા

    14 hours ago

    ગુજરાતમાં વરસાદને લઈ જૂન મહિનો નિરાશાજનક રહ્યા બાદ જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 7.99 ઇંચ ખાબક્યો છે. જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા. રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવતા 35 બકરા અને મહિલાઓ તણાયા હતા. જોકે, મહિલાઓને સ્થાનિકોએ બચાવી લીધી હતી. આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 2.80 ઇંચ પડ્યો છે. વેરાવળમાં ધોધમાર વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા છે. બીજી તરફ સુરતના ડીંડોલી વિસ્તારમાં આજેપણ લગભગ 40 મીટર રોડ બેસી ગયો હતો, જેમાં એક ટેન્કર ભૂવામાં ફસાયુંં. હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કર્યું છે. આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે પવનની ગતિ 40થી 50 કિમીની રહેશે અને વીજળી પડવાની શક્યતા પણ રહેશે. NDEM પોર્ટલ પરથી મળેલા INCOIS અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયામાં 11 ફૂટથી ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી, તોફાની સ્થિતિને જોતાં માછીમારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના વરસાદની તસવીરો… ચોમાસાએ અડધા ગુજરાતને કવર કરી લીધુ…
    Click here to Read More
    Previous Article
    WhatsApp is introducing usernames: What they are and how they work
    Next Article
    કન્યાને શણગારવા આવી ₹7.88 લાખના દાગીના ચોર્યા:રાજકોટની યુવતીને કમલાબાગ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment