Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના કમલીવાડામાં મહિલાઓએ ઢુંઢિયા બાપજી પરંપરા જીવંત કરી:અધિક માસ અને જેઠ કોરા જતાં વરસાદ માટે મૂર્તિનું ભ્રમણ કરાવ્યું

    11 hours ago

    પાટણ તાલુકાના કમલીવાડા ગામના નવાવાસ વિસ્તારની મહિલાઓએ મેઘરાજાને રીઝવવા માટે વર્ષો જૂની 'ઢુંઢિયા બાપજી'ની પરંપરાગત પ્રથા અપનાવી છે. ચાલુ વર્ષે અધિક માસ અને જેઠ મહિનો કોરો જતાં વરસાદના કોઈ સંકેતો ન દેખાતા ગ્રામીણ મહિલાઓએ આ પરંપરા જીવંત કરી હતી. આ અંતર્ગત, મહિલાઓએ એકત્રિત થઈને ઢુંઢિયા બાપજીની માટીની મૂર્તિ બનાવી હતી. આ મૂર્તિને ગામની પ્રત્યેક શેરી, મહોલ્લા અને ચોકમાં ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. મૂર્તિ ભ્રમણ દરમિયાન ગ્રામજનો દ્વારા ઢુંઢિયા બાપજીની મૂર્તિ પર પાણી રેડીને મેઘરાજાને વહેલા પધારવા વિનંતી કરવામાં આવી હતી. પાટણ પંથકમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન મોડી પડતાં અને અધિક માસ તેમજ જેઠ માસ વીતી જવા છતાં વરસાદનું આગમન ન થતાં ધરતીપુત્રો સહિત ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. વરસાદ ખેંચાવાને કારણે કુદરતને આરાધવા માટે પૂર્વજોના સમયથી ચાલતી આ જૂની પરંપરાનો આશરો લેવામાં આવ્યો હતો. આ ધાર્મિક અને સામાજિક પરંપરાની સાથે મહિલાઓએ જીવદયાનું કાર્ય પણ હાથ ધર્યું હતું. ગામના ઘરે-ઘરે ફરીને પક્ષીઓ માટે ચણ અને દાણા એકઠા કરવામાં આવ્યા હતા. ગ્રામીણ સંસ્કૃતિમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જ્યારે ચોમાસું લંબાય અથવા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય ત્યારે ઢુંઢિયા બાપજીને કાઢીને તેમની પૂજા-અર્ચના કરવાથી અને પક્ષીઓને ચણ નાખવાથી મેઘરાજા પ્રસન્ન થાય છે અને ધરતી પર જળવૃષ્ટિ કરે છે.
    Click here to Read More
    Previous Article
    કન્યાને શણગારવા આવી ₹7.88 લાખના દાગીના ચોર્યા:રાજકોટની યુવતીને કમલાબાગ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો
    Next Article
    ભિલાડમાં નવો RUB જાહેર જનતા માટે ખુલ્લો:બ્રિજ નં. 262 પાસે નિર્માણ, ટ્રાફિકને મોટી રાહત મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment