Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનથી જૂના કપડાની આડમાં પોર્ટરથી ₹7.78 લાખનો દારૂ લવાયો:સેટેલાઇટમાં ઘરની તિજોરીમાંથી દારૂનો જથ્થો પકડાયો

    12 hours ago

    અમદાવાદ શહેર પોલીસે ગુપ્ત બાતમીના આધારે બે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને રાજસ્થાનથી લવાયેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કૃષ્ણનગરમાં જૂના કપડાં ભરેલા પૂંઠાના બોક્સની આડમાં પોર્ટર સર્વિસ મારફતે મંગાવાયેલો ₹6.33 લાખનો દારૂ ઝડપાયો છે. જ્યારે બીજી તરફ સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટના મકાનમાં તિજોરીમાં સંતાડી રાખેલી વિદેશી દારૂની 166 બોટલો સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. કૃષ્ણનગરમાં જૂના કપડાંની આડમાં દારૂનું વેચાણ, ₹7.78 લાખનો મુદ્દામાલ જપ્ત કૃષ્ણનગર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો નિશિત શાહ પોતાના ઘરમાં અને બહાર ગેલેરીમાં જૂના કપડાંની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને ટુ-વ્હીલર પર સરાજાહેર વેચે છે. પોલીસે દરોડો પાડી નિશિત શાહને ઇલેક્ટ્રિક વ્હીકલ સાથે ઝડપી લીધો હતો. ઘર તથા ગેલેરીમાંથી જૂના કપડાં ભરેલા બોક્સમાંથી ₹6.33 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે રાજસ્થાનના સાંચોરથી ઓમપ્રકાશ બિશ્નોઈ પાસેથી પોર્ટર મારફતે આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો. પોલીસે દારૂ, વાહન સહિત કુલ ₹7.78 લાખનો મુદ્દામાલ કબજે કરી નિશિત શાહ, જય પવાર અને કિશન શાહ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. સેટેલાઇટમાં ઘરની તિજોરીમાંથી 166 બોટલ દારૂ મળી આવ્યો બીજા બનાવોમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે સહજાનંદ કોલેજ પાસે આવેલા ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટમાં રહેતો શુભમ નામનો યુવક પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે. પોલીસે તુરંત ફ્લેટમાં દરોડો પાડી તપાસ હાથ ધરતાં ઘરમાં આવેલી તિજોરીમાંથી જ વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ 166 બોટલો મળી આવી હતી. આરોપી શુભમે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી વેચાણ અર્થે લાવ્યો હોવાની કબૂલાત કરતાં સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના ગઢ થોરિયાળી તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણી:રાજકોટમાં પેટા ઇલેક્શનમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષનો ત્રિપાંખિયો જંગ
    Next Article
    બોટાદના રોહિશાળામાં આવડ ખોડલ મંદિરે પ્રથમ નોરતે ભક્તોનો ધસારો:માતાજી સહિત સાતેય બહેનોની 1242 વર્ષ જૂની પ્રાગટ્ય ભૂમિ;ચુંદડી અને છત્તર અર્પણ કરતા ભક્તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment