Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના ગઢ થોરિયાળી તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણી:રાજકોટમાં પેટા ઇલેક્શનમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષનો ત્રિપાંખિયો જંગ

    11 hours ago

    રાજકોટના પડધરીની થોરિયાળી - ખોડાપીપરની તાલુકા પંચાયત બેઠક પર પેટાચૂંટણીનું મતદાન આજે છે ત્યારે વર્ષ 1995 થી કોંગ્રેસ પાસે રહેલી આ સીટ આ વખતે તેમને જ મળશે તેવો વિશ્વાસ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર આ વખતે જીતશે તેવું તેમના મોટા ભાઈ અને રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યારે અહીં અપક્ષ ઉમેદવાર સુરેશ પારીયા પણ મેદાનમાં છે. અહીં સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધીમાં 29.79 ટકા મતદાન થયું હતું. ટંકારા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય લલિત કાગથરાએ જણાવ્યું હતું કે, મારે હવે ચૂંટણી લડવી નથી પણ કોંગ્રેસનો કોઈપણ ઉમેદવાર હોય તેમને જીતાડવા માટે તત્પરતા છે. જેથી આજે પડધરીની થોરિયાળી બેઠક પરની પેટાચૂંટણીમાં અમારા લક્ષ્મણભાઈ શિંગાળા ચૂંટણી લડે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી મહેશભાઈ અને એક અપક્ષ ઉમેદવાર છે. વર્ષ 1995થી કોંગ્રેસ તાલુકા પંચાયતની આ બેઠક જીતતી આવી છે. કારણકે આ સીટ ખોડાપીપર ગામમાં મુરબ્બી ડાયાભાઈએ સરપંચથી કામગીરી ચાલુ કરીને આજ તારીખ સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સુધી રહેલા છે એટલે વર્ષોથી આ સીટ કોંગ્રેસની છે અને જળવાશે તેવો મને વિશ્વાસ છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈએ કહ્યું તેમ 1995થી કોંગ્રેસ પાસે આ સીટ છે પરંતુ આ વખતે મારો નાનો ભાઈ મહેશ પીપળીયા અહીં ચૂંટણી લડી રહ્યો છે ત્યારે મને વિશ્વાસ છે કે આ વખતની પેટા ચૂંટણીમાં ગ્રામજનો અને વડીલોના આશીર્વાદને કારણે ભારતીય જનતા પક્ષની જીત થશે. આ સાથે જ આ બેઠક પર અપક્ષ ઉમેદવાર સુરેશ પારીયા મેદાને છે. જેથી ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજસીટોકનો કુખ્યાત આરોપી ગોધરાથી ઝડપાયો:પોલીસ જાપ્તામાંથી નાસી છૂટયા બાદ મિત્રો સાથે નશો કરવા ગયો અને દબોચાયો
    Next Article
    રાજસ્થાનથી જૂના કપડાની આડમાં પોર્ટરથી ₹7.78 લાખનો દારૂ લવાયો:સેટેલાઇટમાં ઘરની તિજોરીમાંથી દારૂનો જથ્થો પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment