Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજસીટોકનો કુખ્યાત આરોપી ગોધરાથી ઝડપાયો:પોલીસ જાપ્તામાંથી નાસી છૂટયા બાદ મિત્રો સાથે નશો કરવા ગયો અને દબોચાયો

    10 hours ago

    શહેરની સયાજી હોસ્પિટલમાંથી પોલીસ કસ્ટડીને ધોકો આપીને ફરાર થઈ ગયેલા ગુજસીટોક જેવા ગંભીર ગુનાના કુખ્યાત આરોપી મોહસીન મીંડીને ગોધરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. રેલવે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ગોધરા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી આ આરોપીની પુનઃ ધરપકડ કરી હતી. પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના 11 કલાક બાદ આ આરોપી પોલીસના હાથે લાગ્યો હતો. આરોપી ગોધરા સિગ્નલ ફળિયા આસપાસ રહેતો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજસીટોકના આરોપી મોહસીન મીંડીને પોલીસ જાપ્તા હેઠળ તબીબી સારવાર અર્થે હોસ્પિટલના મેલ વોર્ડમાં લાવવામાં આવ્યો હતો. આ નાજુક અને સંવેદનશીલ ક્ષણનો લાભ લઈને ચાલાક આરોપી ફરજ પરના પોલીસકર્મીઓની આંખમાં ધૂળ નાખીને અને કાયદાની પકડમાંથી સરકી જઈને પલાયન થઈ ગયો હતો. કુખ્યાત અપરાધી આ પ્રકારે પોલીસને હાથતાળી આપીને રફૂચક્કર થઈ જતાં વડોદરા પોલીસ તંત્રમાં તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય હિલચાલ શરૂ થઈ ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી. જો એક આ આરોપી ગોધરાના સિગ્નલ ફળીયા આસપાસ રહેતો હોવાથી ત્યાંની પોલીસ અને રેલવે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. મિત્રો સાથે નશો કરવા માટે ગયો હતો પોલીસ વડાઓની સૂચના અનુસાર વિવિધ ટીમો દ્વારા તાત્કાલિક નાકાબંધી અને સઘન તપાસના ચક્રોગતિશીલ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે આખી રાત અને દિવસ દરમિયાન ચાલેલા સઘન ઓપરેશનના અંતે આશરે 11 કલાકના ટૂંકા સમયગાળામાં જ ફરાર આરોપીની ચોક્કસ ભાળ મેળવી લેવામાં સફળતા મળી હતી. રેલવે પોલીસ, ગોધરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીના ભાગરૂપે કુખ્યાત મોહસીન મીંડીને ગોધરા પંથકમાંથી દબોચી લેવામાં આવ્યો હતો. આ આરોપી પોતાના ઘરે જઈને મિત્રો સાથે નશો કરવા માટે જતો હતો દરમિયાન પોલીસે તેને દબોચી લીધો હતો. બેદરકારી બદલ ચાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી પોલીસ જાપ્તામાંથી આરોપી નાસી છૂટયા બાદ રેલવે પોલીસે બેદરકારી દાખવવા બદલ ચાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. રેલવે વિભાગના ડીએસપી અભય સોનીએ જણાવ્યું હતું કે, આ ચારેયને સસ્પેન્ડ કરી તેઓ સામે ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ આરોપી વિવિધ 10 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો જેમાં રાયોટીંગ, હત્યાનો પ્રયાસ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મહેંદી અને વારલી કળાનો અદભુત સંગમ:નિમિષા પારેખ રચિત 'મહેંદીકૃત રામાયણ' પર ઓવારી ગયા મોરારી બાપુ, પાઠવ્યા વિશેષ આશીર્વચન
    Next Article
    કોંગ્રેસના ગઢ થોરિયાળી તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણી:રાજકોટમાં પેટા ઇલેક્શનમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષનો ત્રિપાંખિયો જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment