Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મહેંદી અને વારલી કળાનો અદભુત સંગમ:નિમિષા પારેખ રચિત 'મહેંદીકૃત રામાયણ' પર ઓવારી ગયા મોરારી બાપુ, પાઠવ્યા વિશેષ આશીર્વચન

    10 hours ago

    સુરતની જાણીતી વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે તાજેતરમાં એક અનોખા ‘મહેંદીકૃત એક્ઝિબિશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદીકલ્ચરના સહ-સ્થાપક નિમિષા પારેખ દ્વારા આયોજિત આ એકદિવસીય પ્રદર્શનમાં કલાપ્રેમીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર 'મહેંદીકૃત રામાયણ' રહ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને લોકકલાનો અદભુત સમન્વય સાધીને નિમિષા પારેખે રામાયણના 51 પાવન પ્રસંગોને વારલી ચિત્રકલાના માધ્યમથી મહેંદી દ્વારા કેન્વાસ પર કંડાર્યા છે, જેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. રામાયણના પ્રસંગોને મહેંદી અને વારલી શૈલી રજૂ કરાયા આ અનોખી કૃતિને તાજેતરમાં સુપ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. નિમિષા પારેખે મોરારી બાપુને આ 'મહેંદીકૃત રામાયણ' ભેટ સ્વરૂપે અર્પણ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. રામાયણના પ્રસંગોને મહેંદી અને વારલી શૈલીમાં કલાત્મક રીતે રજૂ થયેલા જોઈને પૂજ્ય બાપુ અત્યંત પ્રસન્ન થયા હતા. તેમણે આ સર્જનાત્મક પ્રયાસને બિરદાવી પુસ્તકને પોતાના આશીર્વચન પાઠવ્યા હતા અને સાથે જ આ કળાને વૈશ્વિક સ્તરે વધુ વિકસાવવા માટે નિમિષા પારેખને વિશેષ આશીર્વાદ આપ્યા હતા. 'મહેંદીકૃત રામાયણ' પુસ્તક ખરીદવા ભારે ઉત્સાહ 8 ઓક્ટોબરના રોજ આયોજિત આ એક્ઝિબિશનમાં સવારથી જ સુરતના કલારસિકો અને શહેરના અગ્રણી મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાતીઓએ નિમિષા પારેખ દ્વારા મહેંદીથી તૈયાર કરાયેલા વિવિધ પેઇન્ટિંગ્સની મુક્ત મને પ્રશંસા કરી હતી તેમજ 'મહેંદીકૃત રામાયણ' પુસ્તક ખરીદવા ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ પ્રસંગે નિમિષા પારેખે જણાવ્યું હતું કે, આપણી પ્રાચીન કલા, સંસ્કૃતિ અને પૌરાણિક વારસાને જીવંત રાખવા માટે આ પુસ્તક શુભ પ્રસંગોએ ભેટ આપવા માટે ઉત્તમ વિકલ્પ છે. રામાયણના વિવિધ પ્રસંગોને મહેંદીના માધ્યમથી કેન્વાસ પર જીવંત કરી તેમણે ઉપસ્થિત સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. સુરતના કલા જગતમાં આ કલાત્મક પ્રયોગ ભારે આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં સતત બીજા દિવસે પ્રદર્શન, અનેક લોકોની અટકાયત:થોડીવારમાં CJPની પ્રેસ કોન્ફરન્સ; દીપકે, સૌરવ અને આશુતોષ 23 કલાક બાદ મુક્ત
    Next Article
    ગુજસીટોકનો કુખ્યાત આરોપી ગોધરાથી ઝડપાયો:પોલીસ જાપ્તામાંથી નાસી છૂટયા બાદ મિત્રો સાથે નશો કરવા ગયો અને દબોચાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment