Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના રોહિશાળામાં આવડ ખોડલ મંદિરે પ્રથમ નોરતે ભક્તોનો ધસારો:માતાજી સહિત સાતેય બહેનોની 1242 વર્ષ જૂની પ્રાગટ્ય ભૂમિ;ચુંદડી અને છત્તર અર્પણ કરતા ભક્તો

    12 hours ago

    બોટાદ જિલ્લાના ઐતિહાસિક રોહિશાળા ગામે આવેલા ખોડિયાર માતાજીની પવિત્ર પ્રાગટ્ય ભૂમિ 'આવડ ખોડલ મંદિર' ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નવલા નોરતાના શુભ પ્રારંભ સાથે જ વહેલી સવારથી હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે દુર-દૂરથી રોહિશાળા ધામ પહોંચ્યા હતા. 1242 વર્ષ જૂની સાતેય બહેનોની પ્રાગટ્ય ભૂમિ રોહિશાળા સ્થિત આવડ ખોડલ મંદિર ખોડિયાર માતાજી સહિત તેમની સાતેય બહેનો અને એક ભાઈની પ્રાગટ્ય ભૂમિ તરીકે સમસ્ત ગુજરાતમાં ખ્યાતિ ધરાવે છે. લોકમાન્યતા અને પૌરાણિક ઇતિહાસ મુજબ, આશરે ૧૨૪૨ વર્ષ પહેલાં માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયાં હતાં. આ પવિત્ર સ્થાન આજે પણ હજારો માઈભક્તો માટે ગાઢ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બન્યું છે. મનોકામના પૂર્ણ થતાં ચુંદડી-છત્તરની અર્પણ વિધિ નવરાત્રિ પર્વ દરમિયાન મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં માતાજીના ચરણોમાં સાડી, ચુંદડી, ચાંદીના છત્તર અને પ્રસાદ અર્પણ કરે છે. ખાસ કરીને સંતાનપ્રાપ્તિની આશા સાથે નિઃસંતાન દંપતીઓ મોટી સંખ્યામાં માતાજીના ચરણે આવી શીશ નમાવે છે. ધાર્મિક કાર્યક્રમો અને સુવિધાઓ નવરાત્રિ દરમિયાન મંદિર પરિસરમાં દરરોજ મહાઆરતી, શાસ્ત્રોક્ત વિધિથી હોમ-હવન તેમજ રાત્રિના સમયે પરંપરાગત રાસ-ગરબાના ભવ્ય આયોજનો થઈ રહ્યા છે. બહારથી આવતા દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા તેમજ નિઃશુલ્ક જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનથી જૂના કપડાની આડમાં પોર્ટરથી ₹7.78 લાખનો દારૂ લવાયો:સેટેલાઇટમાં ઘરની તિજોરીમાંથી દારૂનો જથ્થો પકડાયો
    Next Article
    ગટરમાં ખાબકેલી બાળકીની 20 કલાકથી કોઈ ભાળ નહીં:સાબરમતી નદી અને ગટરના મેનહોલમાં ફાયર બ્રિગેડની શોધખોળ, ડ્રેનેજના ઢાંકણા નાખવાની પણ કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment