Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં છરી બતાવી લૂંટ કરતી ગેંગ ઝડપાઈ:ત્રણ સાગરીતો પકડાયા, ₹75 હજારનો મુદ્દામાલ જપ્ત

    17 hours ago

    મોરબી તાલુકા પોલીસે છરી બતાવી લૂંટ અને ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પરપ્રાંતીય મજૂરોને નિશાન બનાવતી આ ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડી, પોલીસે ₹75 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગ દ્વારા 27 ઓગસ્ટ 2026ના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યે ભરતનગરથી ખોખરા હનુમાન તરફ જતા રોડ પર એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદી અને તેના સાથીઓને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેઓ પાસેથી બે મોબાઇલ ફોન અને ₹1 હજાર રોકડા લૂંટી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત, રંગપર-જીવાપર તરફ જતા રોડ પાસે આવેલા લુપ્ટેન સિરામિકના લેબર ક્વાર્ટરમાં પણ મોડી રાત્રે ચોરી થઈ હતી. અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી અલગ-અલગ કંપનીના સાત મોબાઇલ ફોન, કુલ ₹29 હજારની કિંમતના, ચોરી કર્યા હતા. આ બંને બનાવો અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન, ખાનગી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી. બેલા (રં) ગામથી ખોખરા હનુમાન તરફ જતા રોડ ઉપર 66 કેવી સબ સ્ટેશનથી આગળના પુલિયા પાસે વોચ ગોઠવી ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં વિકાસભાઈ અનિલભાઈ લોરીયા, ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ અને ચિરાગભાઈ નાનજીભાઈ ચાવડાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી કુલ 12 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (કિંમત ₹54 હજાર), એક તીક્ષ્ણ અણીદાર છરી, ₹1 હજાર રોકડા અને એક્સેસ મોટરસાયકલ નંબર GJ-36-AQ-1165 (કિંમત ₹20 હજાર) સહિત કુલ ₹75 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી બંને ગુનાઓનો ભેદ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી માર્કેટ યાર્ડ ચૂંટણી જાહેર, ફોર્મ ભરવાની શરૂઆત:16 બેઠકો માટે ભાજપ સામે ખેડૂત પરિવર્તન પેનલ મેદાનમાં
    Next Article
    કોયલી ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું:ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વડોદરામાં 31 લાખના દારૂનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment