Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામોલમાં સ્કૂલે જઈ રહેલી 16 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી:ડિલિવરી બોય પીછો કરી નંબર આપી વાતચીત માટે દબાણ કરતો, આરોપીની ધરપકડ

    6 hours ago

    રામોલમાં 16 વર્ષીય સગીરા સ્કૂલે ચાલતી એકલી જતી ત્યારે બ્લીનકીટમાં નોકરી કરતો ડિલિવરી બોય છેલ્લા 5 દિવસથી છેડતી કરતો હતો. કંટાળીને સગીરાએ તેની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ શખ્સ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મોબાઈલ નંબર આપી વાત કરવા દબાણ કર્યું રામોલમાં 16 વર્ષીય સગીરા પરિવાર સાથે રહે છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે. જ્યારે છેલ્લા 5 દિવસથી સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં આવેલ બ્લીનકીટમાં નોકરી કરતો 21 વર્ષીય સમીર શેખ પીછો કરીને મોબાઈલ નંબર આપીને વાત કરવા દબાણ કરતો હતો. જેથી સગીરાએ ઘરે જઈને માતાને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી માતાએ સ્કૂલે જઈને પુત્રીને આગળ ચાલવા જણાવ્યું હતું. આ દરમ્યાન બ્લીનકીટના ગોડાઉનમાં સમીર બેઠો હતો. જેથી સગીરાએ માતાને કીધું કે આ છોકરો જ હેરાન કરે છે. માતાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ આ અંગે માતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં સમીર શેખ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સમીરની ધરપકડ કરી હતી. આરોપીની પુછપરછ કરતા તે છેલ્લા 6 મહિનાથી બ્લીનકીટના ગોડાઉનમાં ડિલિવરી બોયની નોકરી કરતો હતો અને પોતે પરિણીત હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહીં સગીરાની સ્કૂલ નજીક હોવાથી તે ચાલતી જતી હતી તે સમયે સમીર છેડતી કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રિનોવેશન ઝડપી થશે:સ્ટેન્ડિંગ ચેરમેન સહિત પદાધિકારીઓએ રૂબરૂ જઈ વેપારીઓ-મજૂરોની વ્યથા સાંભળી, મજૂરે કહ્યું-પેટનો ખાડો કેમ બુરવો?
    Next Article
    અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેનનો સમય બદલાયો:સ્પેશિયલ મેમુનો આજે છેલ્લો દિવસ, 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી નવું ટાઈમટેબલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment