Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના મામા કોઠા રોડ પર મકાનમાંથી ચોરી:લાકડાના કબાટમાંથી ₹7.25 લાખના ઘરેણાં ચોરીને રફુચક્કર; ગંગાજળિયા પોલીસે ગુનો નોંધ્યો

    20 hours ago

    ભાવનગર શહેરના મામા કોઠા રોડ પર આવેલા ગજ્જરના ચોક પાસેના એક મકાનમાંથી છેલ્લા ચાર માસ દરમિયાન કબાટમાં રાખેલા સોનાના કિંમતી દાગીનાની ચોરી થવાની ગંભીર ઘટના સામે આવી છે. તસ્કરો લાકડાના કબાટનું લોક તોડીને અંદર મૂકેલા આશરે ₹7.25 લાખની કિંમતના દાગીના ચોરીને રફુચક્કર થઈ જતાં મકાન માલિકે આ અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ધાર્મિક પ્રસંગ સમયે કબાટનું લોક તૂટેલું જણાયું નુર મેડિકલ સામે રહેતા ખદિજાબેન ફૈઝારભાઈ કપાસીએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ આઠ માસ પહેલાં જૂના ઘરેથી નવા ઘરે રહેવા આવ્યા હતા. તે સમયે સોનાના ઘરેણાં રૂમના લાકડાના કબાટના ખાનામાં મૂકી તેની ચાવી બાજુમાં રાખતા હતા. બે માસ પહેલાં સગાના ઘરે ધાર્મિક પ્રસંગમાં જવા માટે દાગીના લેવા જતાં કબાટના અંદરના ખાનાનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ₹7.25 લાખના કિંમતી સોનાના દાગીના ચોરાયા તસ્કરો કબાટના ખાનામાંથી સોનાની એક જોડ બંગડી, કડુ, પેન્ડલ, બુટી અને ચાર વિંટી મળીને કુલ સવા પાંચ તોલા જેટલું સોનું ચોરી ગયા હતા. જેની કુલ અંદાજિત કિંમત ₹7.25 લાખ જેટલી થવા જાય છે. કોઈ અજાણ્યો શખસ દાગીના ચોરીને નાસી છૂટ્યો હોવાનું માલૂમ પડતાં આખરે ઘરમાલિક દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગંગાજળિયા પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી આ ચોરીના બનાવ સંદર્ભે ગંગાજળીયા પોલીસે અજાણ્યા તસ્કર સામે BNS એક્ટની કલમ 331(3), 331(4) અને 305(એ) મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈને અને આસપાસના વિસ્તારના ચાવીરૂપ પુરાવાઓ એકત્ર કરીને ચોરી કરનાર શખસને પકડી પાડવા માટે આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રણજી ટ્રોફીમાં બરોડાનો વિજયી પ્રારંભ:ગોવાને એક ઇનિંગ્સ અને 135 રને હરાવી બોનસ સહિત 7 પોઇન્ટ મેળવ્યા, સીઝનની પ્રથમ મેચમાં 5 બેટ્સમેનોની અડધી સદી
    Next Article
    મોરબીમાં રખડતા 3885 પશુ પકડાયા:મહાનગરપાલિકા બન્યા પછી ANCD શાખાની કાર્યવાહી, 306 પશુ માલિકોને લાયસન્સ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment