Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણજી ટ્રોફીમાં બરોડાનો વિજયી પ્રારંભ:ગોવાને એક ઇનિંગ્સ અને 135 રને હરાવી બોનસ સહિત 7 પોઇન્ટ મેળવ્યા, સીઝનની પ્રથમ મેચમાં 5 બેટ્સમેનોની અડધી સદી

    22 hours ago

    રણજી ટ્રોફી 2026–27ના એલિટ ગ્રુપ ‘એ’માં બરોડાએ બેટિંગ અને બોલિંગમાં દબદબો જમાવતાં સીઝનની પોતાની પ્રથમ મેચમાં ગોવાને એક ઇનિંગ્સ અને 135 રને હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો. પણજીના જિમખાના મેદાન પર 11થી 14 ઑક્ટોબર દરમિયાન રમાયેલી ચાર દિવસીય મેચના અંતિમ દિવસે બરોડાએ ગોવાની બીજી ઇનિંગ્સ સમેટીને જીત પર મહોર મારી હતી. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરનાર બરોડાએ 157 ઓવરમાં 8 વિકેટે 472 રન બનાવી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. કેપ્ટન અતીત શેઠે 145 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ટીમ તરફથી સર્વાધિક 99 રન નોંધાવ્યા હતા. તેઓ માત્ર એક રન માટે સદીથી વંચિત રહ્યા હતા. 5 બેટ્સમેનોની અડધી સદીએ સ્કોર ખડક્યો વિકેટકીપર મિતેશ પટેલે 126 બોલમાં 11 ચોગ્ગાની મદદથી મહત્વપૂર્ણ 81 રન બનાવ્યા હતા. શાશ્વત રાવતે 69, શિવાલિક શર્માએ 62 અને દીપક હૂડાએ 52 રનનું યોગદાન આપ્યું હતું. પાંચ બેટ્સમેનોની અડધી સદીના સહારે બરોડાએ વિશાળ સ્કોર ખડક્યો હતો. ધ્રુવ પટેલે 30 અને રાજ લિંબાણીએ 29 રન ઉમેરી ટીમની સ્થિતિ વધુ મજબૂત બનાવી હતી. બરોડાના વિશાળ સ્કોરના જવાબમાં ગોવાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 71.1 ઓવરમાં 199 રનમાં ઑલઆઉટ થઈ હતી. મહેશ પિઠિયા અને ભાર્ગવ ભટ્ટની ઘાતક બોલિંગે ગોવાના બેટિંગ ક્રમને ધરાશાયી કર્યો હતો. પિઠિયાએ 58 રનમાં 5 વિકેટ અને ભટ્ટે 51 રનમાં 4 વિકેટ ઝડપી હતી. રાસિખ સલામ ડારે એક વિકેટ ઝડપી હતી. ગોવાની ટીમને 138 રનમાં સમેટી લીધી પ્રથમ ઇનિંગ્સમાં 273 રનની સરસાઈ મેળવ્યા બાદ બરોડાએ ગોવાને ફૉલોઑન આપ્યું હતું. બીજી ઇનિંગ્સમાં પણ બરોડાના બોલરોએ દબાણ જાળવી રાખતાં ગોવાની ટીમને 138 રનમાં સમેટી લીધી હતી. આ સાથે બરોડાએ ફરી બેટિંગ કરવાની જરૂર વિના એક ઇનિંગ્સ અને 135 રને શાનદાર વિજય મેળવ્યો હતો. કેપ્ટન અતીત શેઠની આગેવાનીમાં બેટ્સમેનો અને બોલરોના સંયુક્ત પ્રયાસોથી મળેલો આ વિજય બરોડાની ટીમની મજબૂતાઈ અને ઉત્તમ ટીમવર્કનું પ્રતિબિંબ બન્યો હતો. ગોવા સામેના આ વિજયથી બરોડાને જીતના 6 પોઇન્ટ અને ઇનિંગ્સથી જીત બદલ 1 બોનસ પોઇન્ટ એમ કુલ 7 પોઇન્ટ મળ્યા છે. આ સાથે બરોડાએ સીઝનની શરૂઆતમાં જ પોઇન્ટ ટેબલમાં મજબૂત સ્થાન મેળવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નવા લેબર કોડ વિરુદ્ધ વકીલોની હડતાળ, કામથી દૂર રહ્યા:અમદાવાદના અપના બઝારમાં આવેલી કોર્ટ બંધ, ગુજરાતમાં પણ લેબર કોર્ટ બંધ રહ્યાનો દાવો
    Next Article
    ભાવનગરના મામા કોઠા રોડ પર મકાનમાંથી ચોરી:લાકડાના કબાટમાંથી ₹7.25 લાખના ઘરેણાં ચોરીને રફુચક્કર; ગંગાજળિયા પોલીસે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment