Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા લેબર કોડ વિરુદ્ધ વકીલોની હડતાળ, કામથી દૂર રહ્યા:અમદાવાદના અપના બઝારમાં આવેલી કોર્ટ બંધ, ગુજરાતમાં પણ લેબર કોર્ટ બંધ રહ્યાનો દાવો

    21 hours ago

    નવા લેબર કોડના વિરોધમાં અમદાવાદના અપના બજાર ખાતે આવેલી લેબર કોર્ટના વકીલોએ હડતાળ પાડી હતી અને લેબર કોડની જોગવાઈઓ વિરુદ્ધ દેખાવો યોજ્યા હતા. આ સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે સમગ્ર ગુજરાતની મજૂર અદાલતોમાં પણ વકીલો હડતાલ પાડશે. જ્યાં સુધી વકીલોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે. 'મજૂર કાયદાની જગ્યાએ નવો લેબર કોડ લાગુ કરાયો' લેબર અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના વકીલોની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરાયો છે. જે મુજબ વકીલો કોર્ટના કામકાજથી દૂર રહેશે. કોર્ટ આ સમયગાળામાં એક પક્ષે હુકમ ન કરે તેવી પણ વિનંતી કરાઈ છે. વકીલોએ નવા લેબર કોડના સંદર્ભે ઉદ્ભવેલા પ્રશ્નોનું નિરાકરણ માગ્યું છે. તેમનું કહેવું છે કે મજૂર કાયદાની જગ્યાએ નવો લેબર કોડ લાગુ કરવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ અને લેબર કોર્ટમાં અચોક્કસ મુદતની હડતાલનું આયોજન મજૂર અદાલતો અને ઔદ્યોગિક અદાલતોમાં સત્તા લઈને વહીવટી અધિકારીઓને આપવામાં આવતા શ્રમજીવીઓને નુકસાન જાય તેમ છે. વહીવટી અધિકારીઓ કાયદા જાણકાર ન હોય, તેથી સત્તા ફરી કોર્ટને આપવી જોઈએ. સમગ્ર ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ અને લેબર કોર્ટમાં અચોક્કસ મુદતની હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બગસરામાં કપાસના ખેતરમાં સિંહનો ટ્રેકર પર હુમલો:18 દિવસમાં આઠમો બનાવ, વનવિભાગની કામગીરી અને પેટ્રોલિંગના અભાવ સામે ગંભીર સવાલો ઉઠ્યા
    Next Article
    રણજી ટ્રોફીમાં બરોડાનો વિજયી પ્રારંભ:ગોવાને એક ઇનિંગ્સ અને 135 રને હરાવી બોનસ સહિત 7 પોઇન્ટ મેળવ્યા, સીઝનની પ્રથમ મેચમાં 5 બેટ્સમેનોની અડધી સદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment