Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના દરિયાકાંઠે ₹71,000 કરોડનું મેગા પ્લાનિંગ:પોરબંદર સહિત 4 જગ્યાએ બનશે શિપયાર્ડ, 6 નવા પોર્ટ્સને લીલીઝંડી; નવી પોલિસી અમલી

    22 hours ago

    વૈશ્વિક મરીન અને જહાજ નિર્માણ ક્ષેત્રે ભારતની ઉપસ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ઓફ ગુજરાત 2026’ નો સત્તાવાર અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રાજ્યના દરિયાકાંઠે ₹58,953 કરોડના મૂડીરોકાણ સાથે ગ્રીનફીલ્ડ શિપબિલ્ડિંગ અને શિપ રિપેર ક્લસ્ટર્સ સ્થાપવાની કવાયત હાથ ધરાઈ છે. વૈજ્ઞાનિક પ્રી-ફિઝિબિલિટી અભ્યાસ પૂર્ણ થયા બાદ રાજ્યના 4 મહત્વના દરિયાકાંઠા પર આ મેગા પ્રોજેક્ટ્સ સાકાર કરવામાં આવશે. આ ઉપરાંત દરિયાઈ વ્યાપારને બળ આપવા માટે ₹12,320 કરોડના ખર્ચે છ નવા અત્યાધુનિક ગ્રીનફીલ્ડ પોર્ટ્સ પણ વિકસાવવાની મંજૂરી આપવામાં આવી છે. કુછડી ખાતે ₹27,000 કરોડના ખર્ચે ફ્લેગશિપ મેગા શિપબિલ્ડિંગ પાર્ક પોરબંદર સ્થિત કુછડી ખાતે રાજ્યનો સૌથી મોટો ફ્લેગશિપ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક ઊભો કરવામાં આવશે. 823 હેક્ટર જમીન અને 2.7 કિલોમીટર લાંબા વોટરફ્રન્ટ સાથેના આ પ્રોજેક્ટમાં ક્લસ્ટર પાછળ અંદાજે ₹27,000 કરોડનું મૂડીરોકાણ થશે, જેમાં લેન્ડ-સાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹3300 કરોડની નાણાકીય સહાય કેન્દ્ર સરકારની શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ (SbDS) તેમજ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. આ યાર્ડ વાર્ષિક 1.2થી 1.5 મિલિયન ગ્રોસ ટનેજ (GT) ની નિર્માણ ક્ષમતા ધરાવતું હશે, જ્યાં વિશ્વ કક્ષાના મહાકાય જહાજોનું નિર્માણ શક્ય બનશે. ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કોરિડોરમાં આધુનિક શિપયાર્ડ્સ રાજ્યના અન્ય ત્રણ સ્થળો પર પણ વિશાળ શિપયાર્ડ્સ નિર્માણ પામશે. જેમાં ભાવનગર-ઘોઘા-વઢેરા-મીઠાપુર ક્લસ્ટરમાં 535 હેક્ટર વિસ્તાર અને 2.4 કિમી વોટરફ્રન્ટ સાથે વાર્ષિક 0.6થી 0.8 મિલિયન GT ક્ષમતા ધરાવતું યાર્ડ વર્તમાન મરીન ઇકોસિસ્ટમ વચ્ચે આકાર લેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર કાંઠે પ્રારંભિક 250 હેક્ટર જમીન (ભવિષ્યમાં 300 હેક્ટર સુધી વિસ્તરણપાત્ર) અને 5 કિ.મી. લાંબા વોટરફ્રન્ટ પર વાર્ષિક 0.6થી 0.8 મિલિયન GT ક્ષમતાનું યાર્ડ સ્થપાશે, જેને નેશનલ હાઈ-વે 51, રેલવે નેટવર્ક અને અમરેલી એરપોર્ટની શ્રેષ્ઠ કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે. જ્યારે પશ્ચિમ મરિટાઇમ કોરિડોરમાં 260 હેક્ટર જમીન અને 2.3 કિ.મી. વોટરફ્રન્ટ સાથે સમાન ક્ષમતા ધરાવતું આધુનિક યાર્ડ તૈયાર કરાશે. સમગ્ર ઉદ્યોગ સમૂહનો સંકલિત વિકાસ અને 124 MMTPA કાર્ગો ક્ષમતા GMBના MD અને CMOમાં ફરજ બજાવતા IAS અધિકારી અજયકુમારના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ્સ માત્ર જહાજ બાંધવા પૂરતા મર્યાદિત ન રહેતાં અહીં ઓફશોર ફેબ્રિકેશન, ડ્રાય ડોક્સ, મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ, સંશોધન અને વિકાસ (RD) કેન્દ્રો, ટેસ્ટિંગ સુવિધાઓ તેમજ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ સાથેનો સંપૂર્ણ ઉદ્યોગ સમૂહ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ માટે આઈઆઈટી ખડગપુર દ્વારા મેથેમેટિકલ મોડેલિંગ, બાથિમેટ્રિક અને જીઓટેકનિકલ સર્વે પૂર્ણ કરવામાં આવ્યા છે. વધુમાં, રાજ્યમાં છ નવા બંદરો કાર્યરત થવાથી ગુજરાતની વાર્ષિક કાર્ગો વહન ક્ષમતામાં આશરે 124 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA) નો જંગી વધારો થશે. નવા ગ્રીનફીલ્ડ પોર્ટ્સ: ઔદ્યોગિક, એનર્જી અને એક્ઝિમ ગેટવે યોજના હેઠળ વિકસાવવામાં આવનારા નવા બંદરોમાં મુન્દ્રા મરિટાઇમ કોરિડોર નજીકનું પોર્ટ પશ્ચિમ ગુજરાત માટે મુખ્ય ઔદ્યોગિક ગેટવે બનશે, જે કોલસો, મિનરલ્સ અને પેટ્રોકેમિકલ્સ માટે વાર્ષિક 15થી વધુ MMTPAની કાર્ગો ક્ષમતા ધરાવશે. સિમેન્ટ અને કેમિકલ્સ ઉત્પાદનો માટે 15 MMTPAની સુવિધા ઉપલબ્ધ કરાશે. ભોગાત SPM અને પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાનાર પોર્ટ રાજ્યનું મુખ્ય ‘એનર્જી પોર્ટ’ બનશે, જ્યાં લિક્વિડ કાર્ગો અને પેટ્રોલિયમ ઉત્પાદનો માટે 15 MMTPAની ક્ષમતા રહેશે. આ ઉપરાંત ટેક્સટાઇલ અને એક્ઝિમ (EXIM) ટ્રેડ માટે 15થી વધુ MMTPA તેમજ દક્ષિણ ગુજરાતમાં બલ્ક કોમોડિટી અને મિનરલ્સ માટે 15 MMTPAનું બલ્ક કાર્ગો ગેટ-વે પોર્ટ તૈયાર કરવામાં આવશે. બૂટ મોડેલ અને આંતરરાષ્ટ્રીય સ્તરની પાત્રતાના માપદંડો આ તમામ છ નવા ગ્રીનફીલ્ડ પોર્ટ્સનો વિકાસ બિલ્ડ, ઓન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર એટલે કે BOOT મોડેલ હેઠળ જાહેર-ખાનગી ભાગીદારી (PPP) ધોરણે 30થી 50 વર્ષના કન્સેશન પિરિયડ માટે સોંપવામાં આવશે. આ મેગા પ્રોજેક્ટ્સમાં વૈશ્વિક સ્તરના અનુભવી ડેવલપર્સ ભાગ લઈ શકે તે માટે કડક આર્થિક માપદંડો નક્કી કરાયા છે. ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) માં જોડાવા ઇચ્છુક કંપનીનું છેલ્લા ત્રણ વર્ષનું વાર્ષિક સરેરાશ ટર્નઓવર ઓછામાં ઓછું ₹1,000 કરોડ અને નેટવર્થ લઘુત્તમ ₹500 કરોડ હોવી ફરજિયાત બનાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'ભાજપ રાહુલને ગંભીરતાથી લે, યુવાઓમાં લોકપ્રિયતા મેળવી છે':શશિ થરૂરે વિપક્ષ નેતાનો બચાવ કર્યો; એક દિવસ પહેલા PM મોદીએ ફેલ પ્રોડક્ટ કહ્યા હતા
    Next Article
    વાપીમાં 28 ઓક્ટોબરથી 10 દિવસીય સ્વદેશી મેળો યોજાશે:ચલા-અજીતનગર ખાતે 77 સ્ટોલ, 12 ફૂડ સ્ટોલ; બાળકો માટે દેશી રમતોની વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment