Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં 28 ઓક્ટોબરથી 10 દિવસીય સ્વદેશી મેળો યોજાશે:ચલા-અજીતનગર ખાતે 77 સ્ટોલ, 12 ફૂડ સ્ટોલ; બાળકો માટે દેશી રમતોની વ્યવસ્થા

    20 hours ago

    વાપી મહાનગરપાલિકા અને ગુજરાત આજીવિકા મિશન દ્વારા ચલા-અજીતનગર ખાતે 28 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી 10 દિવસીય સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ મેળામાં કારીગરો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળશે. 77 સ્ટોલ અને 12 ફૂડ સ્ટોલ ઉભા કરાશે. મેળો દરરોજ સવારે 11થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ મેળામાં સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓ, હસ્તકલા અને અન્ય સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થશે. તેનો મુખ્ય હેતુ 'મેક ઇન ઇન્ડિયા' અને 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન આપવાનો છે. બાળકો માટે વિવિધ રાઇડ્સ, રમતગમત અને પરંપરાગત દેશી રમતોનો પરિચય કરાવવામાં આવશે. ખાદ્ય વાનગીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મેળાનું આકર્ષણ વધારશે. મેળાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરવાનો છે. જેનાથી સ્વરોજગારી વધશે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે. કમિશનર એન.એફ. ચૌધરીએ નગરજનોને મેળાની મુલાકાત લેવા અને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને 'વોકલ ફોર લોકલ'ને સાકાર કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના દરિયાકાંઠે ₹71,000 કરોડનું મેગા પ્લાનિંગ:પોરબંદર સહિત 4 જગ્યાએ બનશે શિપયાર્ડ, 6 નવા પોર્ટ્સને લીલીઝંડી; નવી પોલિસી અમલી
    Next Article
    મોરબીમાં ઠગાઈના ₹10.50 લાખ રિકવર, મૂળ માલિકને પરત અપાયા:ભંગારના વેપારી સાથે ₹15.98 લાખની છેતરપિંડી થઈ હતી, 6 આરોપી પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment