Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ઠગાઈના ₹10.50 લાખ રિકવર, મૂળ માલિકને પરત અપાયા:ભંગારના વેપારી સાથે ₹15.98 લાખની છેતરપિંડી થઈ હતી, 6 આરોપી પકડાયા

    21 hours ago

    મોરબીમાં 15.98 લાખ રૂપિયાની ઠગાઈના કેસમાં પોલીસે 10.50 લાખ રૂપિયા રિકવર કર્યા છે. કોર્ટના આદેશ બાદ આ રકમ મૂળ માલિકને પરત કરવામાં આવી છે. મોરબીના એસપી મુકેશ પટેલના હસ્તે આ રકમ પરત કરાઈ હતી. મહેન્દ્રનગર પાસે ભંગારનો ડેલો ધરાવતા હરિલાલ વિરુજી ગુર્જર (42) અને તેમના ભાગીદાર અંકિતભાઈ સાથે આ છેતરપિંડી થઈ હતી. આરોપીઓએ તેમને સસ્તામાં કોપરનો ભંગાર આપવાનું કહીને વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ બેંક ખાતામાં કુલ 15,98,720 રૂપિયા મેળવી લીધા હતા, પરંતુ ભંગાર આપ્યો ન હતો. હરિલાલ ગુર્જરે મોરબી જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ આર.ટી. વ્યાસ અને તેમની ટીમે 6 આરોપીઓને પકડી 10.50 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા. એસપી કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી વિરલ દલવાડી અને પીઆઇ આર.ટી. વ્યાસની હાજરીમાં હરિલાલ ગુર્જરને તેમની રકમ પરત મળી હતી.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં 28 ઓક્ટોબરથી 10 દિવસીય સ્વદેશી મેળો યોજાશે:ચલા-અજીતનગર ખાતે 77 સ્ટોલ, 12 ફૂડ સ્ટોલ; બાળકો માટે દેશી રમતોની વ્યવસ્થા
    Next Article
    Jio IPO Breaking update | 28 ઓક્ટોબરે થશે JIO IPOનું લિસ્ટિંગ | Jio IPO listing | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment