Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના દરિયાકાંઠે ₹71,000 કરોડથી વધુનું જંગી રોકાણ:4 મેગા શિપબિલ્ડિંગ પાર્ક અને 6 નવા ગ્રીનફિલ્ડ પોર્ટ વિકસાવાશે, નવી પોલિસી અમલી

    6 hours ago

    વૈશ્વિક મરીન અને શિપબિલ્ડિંગ ઉદ્યોગમાં ભારતની ભાગીદારીને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે ‘શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી ઓફ ગુજરાત 2026’ નો સત્તાવાર અમલ શરૂ કર્યો છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા રાજ્યના વ્યૂહાત્મક દરિયાકાંઠે ₹58,953 કરોડના ભારે મૂડીરોકાણ સાથે 4 મોટા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ અને શિપ રિપેર પાર્ક સ્થાપવાની કવાયત હાથ ધરાઈ છે. આ ઉપરાંત, ₹12,320 કરોડના ખર્ચે 6 નવા અત્યાધુનિક ગ્રીનફિલ્ડ બંદરો વિકસાવીને રાજ્યની કાર્ગો વહન ક્ષમતામાં વાર્ષિક 124 MMTPA (મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ) નો મોટો વધારો કરવાનો મેગા પ્લાન તૈયાર કરાયો છે. કુછડી ખાતે ₹27,000 કરોડનો ફ્લેગશિપ મેગા પાર્ક બનશે પ્રી-ફિઝિબિલિટી સર્વે બાદ રાજ્યના 4 વ્યૂહાત્મક વિસ્તારોમાં શિપબિલ્ડિંગ ક્લસ્ટર સ્થાપવાનું નિર્ધારિત કરાયું છે. જેમાં પોરબંદર નજીક આવેલું કુછડી ક્લસ્ટર સૌથી મોટું ફ્લેગશિપ સેન્ટર બનશે: માત્ર જહાજ નિર્માણ નહીં, સમગ્ર ઇકોસિસ્ટમ વિકસશે: GMB MD અજયકુમાર ગુજરાત મેરીટાઇમ બોર્ડના એમડી અને સીએમઓમાં ફરજ બજાવતા વરિષ્ઠ IAS અધિકારી અજયકુમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર શિપબિલ્ડિંગ પૂરતો સીમિત નથી. અહીં ઓફશોર ફેબ્રિકેશન, વિશાળ ડ્રાય ડોક્સ, મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ, સંશોધન (RD) ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન ટેસ્ટિંગ સુવિધાઓ અને સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર્સ સહિત સમગ્ર ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સની સચોટતા માટે IIT ખડગપુર દ્વારા મેથેમેટિકલ મોડેલિંગ તેમજ બાયોમેટ્રિક અને જીઓટેકનિકલ સર્વે પૂર્ણ કરવામાં આવ્યા છે. ₹12,320 કરોડના ખર્ચે 6 નવા ગ્રીનફિલ્ડ પોર્ટ બનશે રાજ્યની લોજિસ્ટિક્સ ક્ષમતાને નવી ઊંચાઈ આપવા 6 નવા બંદરોનો વિકાસ કરાશે, જે વિવિધ ક્ષેત્રો માટે સ્પેશિયલાઇઝ્ડ ગેટવે તરીકે કાર્ય કરશે: BOOT મોડેલ હેઠળ PPP ધોરણે વૈશ્વિક કંપનીઓને સોંપાશે કામગીરી આ તમામ 6 બંદરોનો વિકાસ BOOT (બિલ્ડ, ઓન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર) મોડેલ હેઠળ કરવામાં આવશે, જેમાં 30થી 50 વર્ષ માટે કન્સેશન પિરિયડ નક્કી કરાશે. આ વૈશ્વિક પ્રોજેક્ટ્સમાં ભાગ લેવા માટે બિડર કંપનીનું છેલ્લા 3 વર્ષનું સરેરાશ વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું ₹1,000 કરોડ અને કંપનીની નેટવર્થ ન્યૂનતમ ₹500 કરોડ હોવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ કાર્યરત થતાં ગુજરાત વિશ્વના અગ્રણી મેરીટાઇમ હબ તરીકે ઉભરી આવશે.
    Click here to Read More
    Previous Article
    રોડ ક્રોસ કરતાં આધેડને ટુ-વ્હીલર ચાલકે અડફેટે લીધા:10 ફૂટ ફંગોળાયા, નોકરી પૂરી કરી ઘરે પરત જતા ને મેમ્કો BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો
    Next Article
    દાણીલીમડામાં ત્રણ શખ્સોએ TRB જવાન પર હુમલો કર્યો:નો-પાર્કિંગ ઝોનમાં ઉભી રહેલી રીક્ષાને હટાવવાનું કહેતા જ ચાલક સહિતનાઓએ માથાકૂટ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment