Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ ક્રોસ કરતાં આધેડને ટુ-વ્હીલર ચાલકે અડફેટે લીધા:10 ફૂટ ફંગોળાયા, નોકરી પૂરી કરી ઘરે પરત જતા ને મેમ્કો BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો

    6 hours ago

    અમદાવાદના મેમ્કો રાજીવ ગાંધી ભવન નજીક આવેલા બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરી રહેલ આધેડને પુરઝડપે આવી રહેલ ટુ વહીલર ચાલકે અડફેટે લેતા 10 ફૂટ જેટલા ફંગોળાઈને રોડ પર પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આધેડ નોકરી પરથી ઘરે જતા અકસ્માત થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી વાઇરલ થતા ટ્રાફિક પોલીસે ટુ વહીલર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ફંગોળાઈને રોડ પર પટકાતા ગંભીર ઇજા નવા નરોડાના બાપાસિતારામ ચોક પાસે રહેતા હર્ષ બારાપાત્રે ઓઢવ ખાતે નોકરી કરે છે. તેમના 52 વર્ષીય પિતા હેમંતકુમાર તુકારામ બારાપાત્રે રાયપુર ખાતે આવેલી અંકુર મિલમાં કાપડના કારખાનામાં કામ કરે છે. ગત 21 ઓક્ટોબરે સાંજે હેમંતકુમાર નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે મેમ્કો રાજીવ ગાંધી ભવન બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલ અજાણ્યા ટુ-વ્હીલર ચાલકે હેમંતકુમારને ટક્કર મારી દીધી હતી. જેથી તેઓ ફંગોળાઈને રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ફરાર ટુ વ્હિલર ચાલક સામે ગુનો જેથી આસપાસના લોકોએ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તે બેભાન થઈ ગયા હતા. બીજી તરફ ટુ વહીલર ચાલક અકસ્માત કરી નાસી ગયો હતો. આ અંગે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટુ વ્હિલર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દાવો- ઓલિમ્પિક ક્રિકેટના ક્વોલિફાયર જાન્યુઆરી-ફેબ્રુઆરી 2028માં રમાશે:ભારતીય મહિલા ટીમ પહેલેથી જ ક્વોલિફાય, મેન્સ ટીમની એન્ટ્રી રેન્કિંગ પર નિર્ભર
    Next Article
    ગુજરાતના દરિયાકાંઠે ₹71,000 કરોડથી વધુનું જંગી રોકાણ:4 મેગા શિપબિલ્ડિંગ પાર્ક અને 6 નવા ગ્રીનફિલ્ડ પોર્ટ વિકસાવાશે, નવી પોલિસી અમલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment