Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહરૂખ ખાને અમેરિકામાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું:ઉદ્ધાટનના વીડિયોમાં પાકિસ્તાની મૂળનો ક્રિકેટર દેખાયો; ઓલિમ્પિક 2028 સાથે ખાસ કનેક્શન

    3 days ago

    બોલિવૂડના 'બાદશાહ' અને IPL (ઇન્ડિયન પ્રિમિયર લીગ)ની ટીમ 'કોલકાતા નાઈટ રાઈડર્સ' (KKR) ના સહ-માલિક શાહરૂખ ખાને અમેરિકાના લોસ એન્જલસ (LA)માં 'નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ'નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેની જાણકારી આપી. 'સપનું આજે હકીકત બની ગયું' આ સ્ટેડિયમ કેલિફોર્નિયાના લોસ એન્જલસ કાઉન્ટીના પોમોના શહેરમાં આવેલા ફેરપ્લેક્સમાં બનાવવામાં આવ્યું છે. મેજર લીગ ક્રિકેટ (MLC)માં આ લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ (LAKR)નું ઘરઆંગણાનું મેદાન હશે, જેને માત્ર 100 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેડિયમ બન્યા પછી ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાને લખ્યું, 'જે એક સપનું હતું, તે આજે હકીકત બની ગયું છે. લોસ એન્જલસના નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપ સૌનું સ્વાગત છે.' તેણે કહ્યું કે, 'આ મેદાન ક્રિકેટની સાથે મનોરંજન, પરિવારો અને યાદગાર પળો માટે બનાવવામાં આવ્યું છે.' તેણે આ પ્રોજેક્ટમાં સહયોગ આપવા બદલ ICC ચેરમેન જય શાહ અને CEO સંજોગ ગુપ્તાનો આભાર માન્યો. શાહરૂખે કહ્યું કે, 'આ ક્રિકેટ ગ્રાઉન્ડ માત્ર લોસ એન્જલસના લોકો માટે જ નહીં, પરંતુ દુનિયાભરના ક્રિકેટ ચાહકો અને સમગ્ર નાઈટ રાઈડર્સ પરિવારને સમર્પિત છે.' તેણે પોતાનો મેસેજ 'બિલીવ ઇન પર્પલ એન્ડ ગોલ્ડ' પણ પુનરાવર્તિત કર્યો. વીડિયોમાં ક્રિકેટર અલી ખાન પણ જોવા મળ્યો શાહરૂખે શેર કરેલા વીડિયોમાં અમેરિકાનો ક્રિકેટર અલી ખાન જોવા મળ્યો. અલી ખાનનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની ટીમ માટે રમે છે. તે MLCમાં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સનો પણ ભાગ છે. વીડિયોમાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડીઓ ડ્વેન બ્રાવો અને સુનીલ નારાયણ પણ જોવા મળ્યા. ઓલિમ્પિક 2028નું કનેક્શન આ સ્ટેડિયમ લોસ એન્જલસ 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને આગામી ઓલિમ્પિક મેચોની યજમાની માટે એક મુખ્ય સ્થળ માનવામાં આવે છે. વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગલ્ફ ન્યૂઝ અનુસાર, આ મેદાનના મુખ્ય સ્ક્વેર પર 8 વિકેટ (પિચ) તૈયાર કરવામાં આવી છે. તેમાં ICCના નિયમો અનુસાર બાઉન્ડ્રી અને 120 ફૂટ ઊંચા છ ફ્લડલાઇટ ટાવર્સ લગાવવામાં આવ્યા છે. લોસ એન્જલસ નાઈટ રાઈડર્સનું MLCમાં પ્રદર્શન લૉસ એન્જલસ નાઇટ રાઇડર્સ (LAKR) એ વર્ષ 2023 માં આયોજિત મેજર લીગ ક્રિકેટની પ્રથમ સીઝનથી રમવાનું શરૂ કર્યું હતું. 2023 માં ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે (6ઠ્ઠા સ્થાને) રહી હતી. 2024માં થોડો સુધારો થયો. ટીમ 5માં સ્થાને રહી. જ્યારે, 2025માં ટીમ 6ઠ્ઠા સ્થાને રહી.
    Click here to Read More
    Previous Article
    ભારત 9 વર્ષ પછી શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ રમશે:15 ઑગસ્ટથી પ્રવાસની શરૂઆત કરશે; સ્પેનનો સ્ટાર યમાલ ફૂટબોલ મેચમાં રમવા માટે ફિટ
    Next Article
    બદ્રીનાથ-કેદારનાથ માર્ગ પર પથ્થરો પડ્યા, અનેક વાહનો ફસાયા:મુંબઈમાં ભારે વરસાદ, સમુદ્રમાં 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળી શકે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment