Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં ₹700 કરોડની ગટર યોજનામાં ₹150 કરોડનું કૌભાંડ?:GST વગરની બોગસ પેઢીના નામે ₹2 કરોડના બિલો પાસ, કાગળ પર 92% કામ પૂર્ણ છતાં રસ્તાઓ તૂટ્યા

    13 hours ago

    રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ નાણાં પ્રજાના હિતમાં વપરાવાને બદલે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જતાં હોવાનો મોટો પર્દાફાશ થયો છે. ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢમાં ₹700 કરોડથી વધુના ખર્ચે ચાલી રહેલા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટના ફેઝ-2માં અંદાજે ₹150 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગંભીર આરોપો સાથે જાગૃત નાગરિકો અને ભાજપના આગેવાનો ખુલ્લેઆમ મેદાને આવ્યા છે. મનપાના સત્તાવાર રેકોર્ડ પર ફેઝ-2નું 90%થી 92% કામ પૂરું થઈ ગયું હોવાનું દર્શાવાયું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં નવી બનેલી સડકો ખોદાઈ રહી છે અને સ્થાનિક પ્રજા ગટરના ગંદા પાણી તેમજ ઉભરાતી ચેમ્બરો વચ્ચે નર્કાગાર જેવી સ્થિતિ ભોગવવા મજબૂર બની છે. GST વગરની 'દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ'ના નામે લાખોના બોગસ બિલો ચૂકવાયા જાગૃત નાગરિક નરેશ ગોવિંદભાઈ ડવે ગટર યોજનામાં થયેલી ગેરરીતિઓ અંગે સનસનીખેજ ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, કૌભાંડ આચરવા માટે 'દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ' નામની એક બોગસ પેઢી દર્શાવવામાં આવી છે. આ પેઢી વાસ્તવમાં કોઈ અસ્તિત્વ ધરાવતી નથી અને તેની પાસે GST નંબર પણ નથી. આ નકલી પેઢીના નામે ₹40 Lakhથી વધુના બિલો અને કુલ ₹2 કરોડ જેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સિટી ઇજનેરો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મેળાપીપ his કરીને સરકારી દસ્તાવેજ ગણાતી માપપોથી (MB)માં ખોટા રેકોર્ડ્સ ઊભા કરી સરકારી નાણાંની બારોબાર ઉચાપત કરી લીધી છે. 11 થી 19 નંબરના બિલોની વિગતો છૂપાવવા તંત્રના ધમપછાડા, હાઈકોર્ટમાં જવાની ચીમકી આ ગેરરીતિ અંગે વધુ વિગતો આપતાં જણાવાયું હતું કે 1 થી 11 સુધીના બિલોમાં ભ્રષ્ટાચાર સાબિત થઈ ગયો છે, પરંતુ આગળનું કૌભાંડ બહાર ન આવે તે માટે 11 થી 19 સુધીના બિલોની ફાઇલો દબાવી દેવામાં આવી છે. પ્રથમ અપીલ અધિકારી અને માહિતી આયોગ દ્વારા તમામ દસ્તાવેજો વિનામૂલ્યે આપવાનો સ્પષ્ટ આદેશ હોવા છતાં સિટી ઇજનેર વિભાગ માહિતી આપવા તૈયાર નથી. અઢી વર્ષથી ચાલતા ફેઝ-2ના કામમાં પારદર્શિતા રાખવામાં ન આવતાં અને પોલીસ ફરિયાદ નોંધવામાં ઢીલાશ દાખવવામાં આવતી હોવાથી જો તાકીદે યોગ્ય પગલાં નહીં લેવાય તો ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શહેરમાં ચેમ્બરો ઉભરાઈ રહી છે, ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરો: શાસક પક્ષના કોર્પોરેટર જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અને વોટર વર્કસ સમિતિના ચેરમેન સુભાષ રાદડિયાએ પણ સમગ્ર તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં નવા રોડ બનાવતી વખતે ગટરની પાઇપલાઇનમાં સિમેન્ટ ભરાઈ જવાથી રોજ સવારે 4 થી 5 ચેમ્બરો ઉભરાય છે. આ પ્રોજેક્ટમાં અંદાજે ₹254 કરોડથી વધુના ભ્રષ્ટાચારની બાબતો સામે આવી રહી છે, ત્યારે કોઈપણ પક્ષપાત વગર તટસ્થ તપાસ થવી જોઈએ અને કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. તેઓ આ સમગ્ર ગંભીર મામલે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પણ લેખિત રજૂઆત કરશે. કમિશનરે તપાસની ખાતરી આપી, શાસકોના ભેદી મૌનથી પ્રજામાં રોષ મનપા કમિશનર ઇન્દ્રજીતસિંહ વાળાએ સમગ્ર બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ કૌભાંડ હાલમાં જ માધ્યમો દ્વારા તેમના ધ્યાને આવ્યું છે. આ મામલે તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવશે અને જે પણ તથ્યો સામે આવશે તે મુજબ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, કરોડો રૂપિયાના બોગસ બિલો અને પુરાવા સામે આવ્યા છતાં મનપાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મૌન સાધી લીધું છે. વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા, સિટી ઇજનેરો અને પી.સી. સ્નેહલ કંપનીને બચાવવા પાછળ કોનું પીઠબળ કામ કરી રહ્યું છે તેને લઈને શહેરીજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ પણ વાંચો: જૂનાગઢ મનપાના ભૂગર્ભ ગટરના કામમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ
    Click here to Read More
    Previous Article
    લ્યો બોલો! ટાયરની દુકાનમાંથી ગાંજો ઝડપાયો:કપુરાઈ પોલીસે 1184 ગ્રામ ગાંજા સાથે પિન્ટુ વાઢેરને દબોચ્યો, ભરૂચનો સપ્લાયર વોન્ટેડ
    Next Article
    રાજકોટ સિવિલ ફડાકા કાંડમાં સુપ્રિટેન્ડન્ટ ડો. મોનાલીને હટાવાયા:મહિલા ડોક્ટરને ગાળો ભાંડનાર આરોપી ડો. રામાણીની બદલી, પંચમહાલના ઘોઘંબાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment