Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લ્યો બોલો! ટાયરની દુકાનમાંથી ગાંજો ઝડપાયો:કપુરાઈ પોલીસે 1184 ગ્રામ ગાંજા સાથે પિન્ટુ વાઢેરને દબોચ્યો, ભરૂચનો સપ્લાયર વોન્ટેડ

    20 hours ago

    વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે સોમા તળાવ ચાર રસ્તા નજીક આવેલી ટાયરની દુકાનમાં દરોડો પાડીને ગાંજાના ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દુકાનમાંથી 1184 ગ્રામ વનસ્પતિજન્ય સૂકો ગાંજો જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે અને NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિવાલમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો ગાંજાનો જથ્થો કપુરાઈ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ભારત પેટ્રોલ પંપથી સોમા તળાવ ચાર રસ્તા તરફ હોટલ હિલ વ્યૂ નીચે આવેલી 'ડી.પી. કોર્પોરેશન ટાયર શોપ'માં દુકાનદાર દ્વારા દીવાલમાં બનાવેલી પેટીમાં છૂપાવીને ગાંજાનો જથ્થો રાખવામાં આવે છે અને તેનું છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર રેડ કરી તપાસ હાથ ધરી હતી. 64,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત અને મુખ્ય આરોપીની ધરપકડ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી પિયુષ ઉર્ફે પિન્ટુ ભરતભાઈ વાઢેર (રહે. દ્વારકેશ સિટી, કપુરાઈ ચોકડી પાસે, ડભોઈ રોડ, વડોદરા) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 59,200 રૂપિયાની કિંમતનો 1184 ગ્રામ સૂકો ગાંજો, મોબાઈલ ફોન, પેકિંગ માટે વપરાતી કાપડ-પ્લાસ્ટિકની થેલીઓ તેમજ દુકાનનો ભાડા કરાર સહિત કુલ 64,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ભરૂચના 'ચાયા' નામના સપ્લાયરને ઝડપવા ચક્રો ગતિમાન આ મામલે કપુરાઈ પોલીસે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આ માદક પદાર્થ ભરૂચથી મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં ભરૂચ રેલ્વે સ્ટેશનની પશ્ચિમે રિક્ષા સ્ટેન્ડની ગલીમાં રહેતા 'ચાયા' નામના વોન્ટેડ સપ્લાયરને ઝડપી પાડવા માટે પોલીસે અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Sugar Price Hike: चीनी-दाल के बाद अब ये सभी चीजें भी होगी महंगी | Amar Ujala
    Next Article
    જૂનાગઢમાં ₹700 કરોડની ગટર યોજનામાં ₹150 કરોડનું કૌભાંડ?:GST વગરની બોગસ પેઢીના નામે ₹2 કરોડના બિલો પાસ, કાગળ પર 92% કામ પૂર્ણ છતાં રસ્તાઓ તૂટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment