Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સિવિલ ફડાકા કાંડમાં સુપ્રિટેન્ડન્ટ ડો. મોનાલીને હટાવાયા:મહિલા ડોક્ટરને ગાળો ભાંડનાર આરોપી ડો. રામાણીની બદલી, પંચમહાલના ઘોઘંબાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા

    23 hours ago

    રાજકોટની PDU સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડન્ટ ડોક્ટર પર હુમલો, ગાળાગાળી અને ધમકી આપવાના 20 ઓગસ્ટના બનાવમાં પોલીસે આરોપી સિનિયર ડોક્ટર અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીની અટકાયત કરી છે. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાતા અને તબીબોની સુરક્ષા ખાતરી મળતા જુનિયર તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી છે. બીજી તરફ, વિવાદ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાને હટાવી તેના સ્થાને નેફ્રોલોજી વિભાગના ડો. કમલ ડોડીયાની નવા સિવિલ સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમણૂક કરી છે. સિનિયર અધિકારીઓ દ્વારા આરોપી ડોક્ટર અશ્વિન રામાણી વિરૂદ્ધ ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ સોંપાયો હતો. મહિલા ડોક્ટર સાથે અભદ્ર વર્તન કરનાર અશ્વિન રામાણીની બદલી હાલ આરોગ્ય વિભાગના આદેશ મુજબ વિવાદિત ડોક્ટર અશ્વિન રામાણીની રાજકોટથી પંચમહાલ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. તેમને પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુંડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૂકવામાં આવ્યા છે. મહિલા તબીબ સાથેના દુર્વ્યવહારના મામલે આરોગ્ય વિભાગે લાલ આંખ કરીને આ મોટી કાર્યવાહી કરી છે. ઘટનાથી લઈને બેઠક સુધીની તસવીરો અશ્વિન રામાણીના અયોગ્ય વર્તનને લઈ મેં ફરિયાદ નોંધાવી છેઃ ક્રિશા પીડિત ડો. ક્રિશા શિંગાળાએ કહ્યું કે, દર્દીના ઇલાજને લઈ થોડી મગજમારી અને ગેરસમજ થઈ હતી. દરમિયાન મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે અશોભનીય શબ્દોનો પ્રયોગ કરીને તેમણે મારા પર હાથ ઉપાડ્યો હતો. સાથે આવા અધિકારીઓ તેમની આસપાસ કે હોસ્પિટલમાં ન દેખાવા જોઈએ તેવી માગ કરી છે. આગળની કાર્યવાહી માટે ગાંધીનગરથી ભલામણ આવશેઃ RMO સિવિલ હોસ્પિટલના RMO ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યું કે, ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની અધ્યક્ષતામાં રેસિડેન્ટ અને તબીબી અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જે બનાવ બન્યો છે તેના વિશે ગહન ચર્ચા કરવામાં આવી છે અને તેનો રિપોર્ટ હાલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે. ત્યાંથી આગળની કાર્યવાહી માટે ભલામણ પણ કરવામાં આવી છે. ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ આગળની જાણ કરવામાં આવશે. ‘કોઈ પણ પગલાં લેવામાં પાછા નહીં પડીએ’ વધુમાં ઉમેર્યું કે, જે કોઈ જરૂરી કાર્યવાહી હતી તે કરાશે અને ઉપર પણ જાણ કરાઈ છે. પીડિત પરિજનોને બનાવ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે અને અમારી તરફથી ખાતરી આપવામાં આવી છે કે આ બાબતે કોઈ પણ પગલાં લેવામાં પાછા નહીં પડીએ. આ ઉપરાંત, સંબંધિત તબીબને હાલ ડ્યુટી પર રાખવામાં આવ્યા નથી અને તેમને પણ આ અંગે લેખિત જાણ કરી દેવાઈ છે. હવે ગાંધીનગરથી નિર્ણય આવ્યા બાદ આગળની વિગતો જાહેર કરાશે. સિવિલ ફડાકાકાંડનો ભોગ બનનાર ડો.ક્રિશા શિંગાળાનાં પિતા નીલેશભાઈએ જણાવ્યું કે, હોસ્પિટલના ડૉક્ટરો અને સત્તાવાળાઓએ ગઈકાલે ન્યાયની ખાતરી આપી હતી. ખુદ આરોગ્ય મંત્રીએ પણ દીકરી સાથે ટેલિફોનિક વાતચીત કરી આજરોજ સાંજે 6 વાગ્યા પહેલાં ન્યાય આપવાની ખાતરી આપી હતી. ક્રિશાએ અંગત બાબતે નહીં, માત્ર દર્દીના હિત માટે વાત કરી હતીઃ માતા બીજી તરફ ક્રિશાના માતા ભારતીબેને જણાવ્યું કે, મારી દીકરી ક્રિશા PDU હોસ્પિટલમાં R1 રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. અશ્વિન રામાણીએ ગાળાગાળી કરી હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો, જે અયોગ્ય છે. ત્યારે ગઈકાલે મારી દીકરી સાથે થયેલા આ ગેરવર્તન સામે તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી મારી સ્પષ્ટ માગ છે. સવારે રાજકોટ સિવિલ અધીક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું કે, આ ગંભીર બનાવ છે અને તેને લઈને આજે બેઠક બોલાવવામાં આવી છે. હાલમાં કોલેજ કાઉન્સીલનો નિર્ણય લઈ આગળની કાર્યવાહી માટે મોકલાશે. હવે આગળ આવી ઘટના ન બને તેવી કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ડો.ક્રિશાએ ડો.અશ્વિન રામાણી સામે ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ફરી ઘટના બની છે. બીજી તરફ દવાઓની હેરાફેરી સહિતના મુદ્દેઓમાં કાર્યવાહી ન થતાં મીડિયાઓ ડો. મોનાલીને આકરા સવાલો કર્યા હતાં. ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ડો. મોનાલી માંકડિયાની બદલી કરી દેવાઈ છે. આ પણ વાંચો… રાજકોટ સિવિલમાં સિનિયરે જુનિયર મહિલા ડોક્ટરને ફડાકો ઝીંક્યો, VIDEO શું હતું ઝઘડાનું કારણ? ફરિયાદમાં 26 વર્ષીય ડો. ક્રિશા નિલેશકુમાર શિંગાળાએ જણાવ્યું કે, તેઓ કાલાવડ રોડની નાલંદા સોસાયટીમાં રહે છે અને સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં 6 માસથી રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. 20 ઓગસ્ટની તેમની 24 કલાકની ઇમરજન્સી વોર્ડની શિફ્ટ દરમિયાન સાંજના 07:30થી 07:45 વાગ્યાના અરસામાં એક ગંભીર હાલતમાં વૃદ્ધ માજી સારવારમાં આવ્યા હતા. દર્દીની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી અને તેમને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી પોતે ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના ડો.અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીને રજૂઆત કરી હતી. 'અહીં તારા બાપનું રાજ નથી, હું તને જોઈ લઈશ' દર્દીને ઇમરજન્સી વોર્ડમાં રાખવા અંગેની રજૂઆત પર ડો.અશ્વિન રામાણીએ કોઈ ધ્યાન આપ્યું ન હતું અને દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા જણાવ્યું હતું. જેને લઈને આ બાબતે પોતે ફરીથી રજૂઆત કરતા મામલો ઉગ્ર બન્યો હતો. દરમિયાન અચાનક ઉશ્કેરાઈ ગયેલા ડો. અશ્વિન રામાણીએ ઝઘડો કરી, બોલાચાલી કરીને લાફો મારી દીધો હતો. તેમજ ભૂંડી ગાળો આપી "અહીં તારા બાપનું રાજ નથી, હું તને જોઈ લઈશ" કહીને ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના ઇમરજન્સી રૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ અન્ય સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફે વચમાં પડી મામલો થાળે પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં ₹700 કરોડની ગટર યોજનામાં ₹150 કરોડનું કૌભાંડ?:GST વગરની બોગસ પેઢીના નામે ₹2 કરોડના બિલો પાસ, કાગળ પર 92% કામ પૂર્ણ છતાં રસ્તાઓ તૂટ્યા
    Next Article
    રાજકોટમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ:હેન્ડલ લોક વિનાના બાઇક ચોરી નંબર પ્લેટ બદલી નાખતા, 4 શખ્સોની 3 વાહન ચોરીની કબૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment