Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ:હેન્ડલ લોક વિનાના બાઇક ચોરી નંબર પ્લેટ બદલી નાખતા, 4 શખ્સોની 3 વાહન ચોરીની કબૂલાત

    13 hours ago

    રાજકોટ શહેરમાં કિંમતી સ્પોર્ટ્સ બાઇક ચોરીને રાજસ્થાન લઇ જતી ગેંગના ચાર શખ્સને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા છે. પોલીસે ચારેયની પૂછપરછ કરતાં અલગ-અલગ સ્થળેથી ત્રણ બાઇક ચોરી કર્યાની કબૂલાત આપતા રૂ.1.60 લાખની કિંમતના ત્રણ ચોરાઉ બાઇક કબજે કર્યા છે. રાજકોટ શહેરમાં રૈયા ચોકડી પાસે રહેતા રાજસ્થાની ગેંગના કમલકિશોર પુનમચંદ ગરાસીયા (ઉ.વ.20), રાહુલ મગનલાલ કટારા (ઉ.વ.20), પ્રવિણકુમાર મંગલસિંહ કટારા (ઉ.વ.20) અને રોહિતભાઇ સંતુલાલ પારધી (ઉ.વ.21) ને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી યામાહા આર 15, કેટીએમ આરસી 125 અને હીરો સ્પ્લેન્ડર મળી કુલ રૂ.1.60 લાખની ત્રણ બાઇક કબજે કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના બે તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો એક મળી કુલ ત્રણ ગુનાના ભેદ ઉકેલ્યા છે. આરોપીઓ રાજસ્થાનથી મજૂરી કામ માટે રાજકોટ આવી મોડી રાત્રે શહેરમાં અલગ-અલગ શેરીઓમાં પગપાળા ફરી રેકી કરતા હતા. જાહેર રોડ પર હેન્ડલ લોક વગરની સ્પોર્ટ્સ બાઇક પાર્ક કરેલી નજરે પડે તો તેની ચોરી કરી નંબર પ્લેટ કાઢી નાખતા અને બાઇક પોતાના વતન રાજસ્થાન લઇ જતા હતા. કુવાડવા-વાંકાનેર ચોકડીથી MD ડ્રગ્સ સાથે હત્યાનો આરોપી ઝડપાયો રાજકોટ SOG પોલીસે મહાવીરસિંહ ઉર્ફે કાઠી ઉર્ફે મહાવીર જોરૂભા વાળાને 24.940 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી લીધો છે. ડ્રગ્સ, મોબાઇલ અને બલેનો કાર મળી કુલ રૂ.7.89 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપીએ રાજસ્થાનના સાંચોરના મનોજ બિશ્નોઈ પાસેથી ડ્રગ્સ મેળવ્યાનું સામે આવ્યું છે. મહાવીરસિંહ અગાઉ હત્યાના ગુનામાં જેલમાં હતો અને જામીન પર છૂટ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આંબેડકરનગરમાં બંધ મકાનમાંથી 2832 બોટલ દારૂ મળી આવ્યો રાજકોટ શહેરના 80 ફુટ રોડ પરના આંબેડકરનગરમાં દરોડો પાડી સાહિલ બળવંત વોરાને ઝડપી લીધો હતો. બંધ મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની 2832 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી. જેની કિંમત રૂ.7.83 લાખ થાય છે. પોલીસે કુલ રૂ.8.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો મંગાવનાર દિપક ઉર્ફે ધોનો વિનોદ ચૌહાણ, તેમજ ભાગીદારો હિતેષ કના ગોહેલ અને અજય ભુપત રાઠોડ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરાઈ છે. નર્મદા પાર્કમાં દેશી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો રાજકોટ શહેર એસોજી પોલીસે પંડિત દિનદયાળ રોડ પરના નર્મદા પાર્ક ખાતે દરોડો પાડી પારસ ઉર્ફે પારલેજી લક્ષ્મણ પરમારને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો છે. તેની પાસેથી હથિયાર અને મોબાઇલ સહિત રૂ.40 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સ પિસ્તોલ ક્યાંથી લાવ્યો અને શા માટે રાખી હતી તે અંગે પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ સિવિલ ફડાકા કાંડમાં સુપ્રિટેન્ડન્ટ ડો. મોનાલીને હટાવાયા:મહિલા ડોક્ટરને ગાળો ભાંડનાર આરોપી ડો. રામાણીની બદલી, પંચમહાલના ઘોઘંબાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા
    Next Article
    ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં ક્રેશ ફ્રી પ્રોજેક્ટ અમલી થશે:સિગ્નલ પર વાહન ઉભું રહેતા જ ડુપ્લીકેટ નંબર પ્લેટ, ઈ-ચલણ ડિસ્પ્લેમાં બતાવશે, જિલ્લા પંચાયત ચોકથી પાઇલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment