Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં ક્રેશ ફ્રી પ્રોજેક્ટ અમલી થશે:સિગ્નલ પર વાહન ઉભું રહેતા જ ડુપ્લીકેટ નંબર પ્લેટ, ઈ-ચલણ ડિસ્પ્લેમાં બતાવશે, જિલ્લા પંચાયત ચોકથી પાઇલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે

    16 hours ago

    રાજકોટ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, સુદૃઢ અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત 'ક્રેશ ફ્રી પ્રોજેક્ટ' હાથ ધરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ જો કોઈ વાહનનું ઈ-ચલણ બાકી હશે, વીમો કે PUC નહીં હોય અથવા ડુપ્લીકેટ નંબર પ્લેટ હશે, તો તે વાહન સિગ્નલ પર ઊભું રહેશે, ત્યારે ડિજિટલ ડિસ્પ્લે પર તેની વિગતો જાહેર થશે. જિલ્લા પંચાયત ચોકથી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક અને ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આગામી એક માસમાં શહેરના વ્યસ્ત જિલ્લા પંચાયત ચોક ખાતે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે. દિલ્હીની 'ક્રેશ ફ્રી ઇન્ડિયા' NGO ના સહયોગથી આ સિસ્ટમ કાર્યરત કરાશે. નોઈડા અને જયપુર બાદ રાજકોટ આ પ્રકારની ટેક્નોલોજી અપનાવનાર દેશનું ત્રીજું અને ગુજરાતનું પ્રથમ શહેર બનશે. હાઈટેક કેમેરા અને ઓટોમેટિક સ્કેનિંગ સિસ્ટમ જંક્શન/સર્કલથી આશરે 100 મીટર દૂરથી જ હાઈટેક કેમેરા અને સેન્સર્સ દ્વારા વાહનની નંબર પ્લેટ ઓટોમેટિક સ્કેન થઈ જશે. સ્કેનિંગ બાદ વાહન સિગ્નલ પર પહોંચતા જ તેની નંબર પ્લેટ અને બાકી દસ્તાવેજો/ચલણની વિગતો સ્ક્રીન પર દેખાશે. શરૂઆતી તબક્કામાં 10 કે તેથી વધુ ઈ-ચલણ બાકી ધરાવતા વાહનચાલકોની નંબર પ્લેટ ડિસ્પ્લેમાં દર્શાવવામાં આવશે. જિલ્લા પંચાયત ચોક ખાતે આ સિસ્ટમના સફળ મૂલ્યાંકન બાદ શહેરના અન્ય મુખ્ય ટ્રાફિક જંક્શનો પર પણ આ ડિજિટલ ડિસ્પ્લે સિસ્ટમ અમલમાં મૂકાશે, જેથી અકસ્માતો નિવારી શકાય અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ:હેન્ડલ લોક વિનાના બાઇક ચોરી નંબર પ્લેટ બદલી નાખતા, 4 શખ્સોની 3 વાહન ચોરીની કબૂલાત
    Next Article
    Nursing Student, 19, Found Hanging In Hostel Room In Delhi Coaching Hub

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment