Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત બનશે સેમિકન્ડક્ટર સુપરહબ:સાણંદમાં માઈક્રોનની પાર્ટનર ‘હોતાયી’નું ₹700 કરોડનું રોકાણ, હજારો રોજગારીની તકો ઊભી થશે

    11 hours ago

    ગુજરાતે દેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. મલેશિયા સ્થિત અગ્રણી કંપની હોતાયી ઈલેક્ટ્રોનિક્સ (Hotayi Electronics) હવે સાણંદ GIDC ખાતે એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપશે. કંપની આગામી 10 વર્ષમાં અંદાજે ₹700 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કંપનીને ઓફર કમ એલોટમેન્ટ (OCA) પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગને નવી દિશા મળશે રાજ્ય સરકાર દ્વારા સાણંદ-II GIDC ખાતે કંપનીને 5 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, હોતાયી ઈલેક્ટ્રોનિક્સ વૈશ્વિક સેમિકન્ડક્ટર દિગ્ગજ કંપની માઈક્રોનની મુખ્ય સપ્લાય ચેઈન પાર્ટનર માનવામાં આવે છે. જેના કારણે ગુજરાતનું વૈશ્વિક ટેક ઇન્ડસ્ટ્રીમાં મહત્વ વધુ મજબૂત બનશે. આ અત્યાધુનિક ફેસિલિટીમાં DRAM મેમરી મોડ્યુલ્સ, SSDs, સર્વર અને ડેટા સેન્ટર મેમરી મોડ્યુલ્સ ઉપરાંત ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ જેવા કે LED લાઈટિંગ અને ઈન્ફોટેનમેન્ટ મોડ્યુલ્સનું ઉત્પાદન કરવામાં આવશે. સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને AI આધારિત ઓટોમેશન ટેક્નોલોજીનો ઉપયોગ થવાને કારણે ગુજરાતમાં હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગને નવી દિશા મળશે. મોટા પાયે રોજગારીની તકો ઊભી કરશે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે પોતાની વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, ઝડપી નીતિગત નિર્ણયો અને ઉદ્યોગ સાનુકૂળ વાતાવરણને કારણે વૈશ્વિક ટેક કંપનીઓ માટે પ્રથમ પસંદગી બની રહ્યું છે. હોતાયીનું આ રોકાણ રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને મોટા પાયે રોજગારીની તકો ઊભી કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ વિઝનને સાકાર કરવામાં ગુજરાત ભૂમિકા ભજવી રહ્યું છે. સાણંદ હવે માત્ર ઓટોમોબાઈલ નહીં પરંતુ સેમિકન્ડક્ટર અને હાઈ-ટેક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પણ મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અંગદાતા ક્રિશ અકબરીની સ્મૃતિમાં રક્તદાન શિબિર:સાયન્સ સિટી ખાતે યોજાયેલા કેમ્પમાં 104 યુનિટ લોહી એકત્રિત, પરિવારે આપી પ્રેરણા
    Next Article
    રાજકોટમાં રખડતા શ્વાનોનો આતંક:વર્ધમાનનગરમાં રાહદારીઓની પાછળ દોડતા શ્વાનોનો વિડીયો સામે આવ્યો, સ્થાનિકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment