Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રખડતા શ્વાનોનો આતંક:વર્ધમાનનગરમાં રાહદારીઓની પાછળ દોડતા શ્વાનોનો વિડીયો સામે આવ્યો, સ્થાનિકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ

    10 hours ago

    રાજકોટ શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં શહેરના પેલેસ રોડ પર આવેલ વર્ધમાનનગર વિસ્તારમાં રખડતા શ્વાનોના આતંકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રાત્રિના સમયે રસ્તા પરથી પસાર થતા નિર્દોષ રાહદારીઓ પાછળ શ્વાનોનું ટોળું કરડવા માટે દોડતું હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો રાત્રિના સમયે બહાર નીકળતા ડરી રહ્યા છે. આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી ઉપેન્દ્રભાઈ પટેલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં શ્વાનોના ત્રાસ અંગેની ફરિયાદ મળતા મનપાની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. જે કોઈ શ્વાનો આક્રમક બન્યા છે તેમને પકડીને ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે ખસેડવામાં આવશે. ત્યાં આ શ્વાનોની વર્તણૂક પર ધ્યાન આપી તેમને શાંત પાડવાની પ્રક્રિયા હાથ ધરાશે. જોકે, કાયદાકીય મર્યાદાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ, શ્વાનોને પકડ્યા બાદ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેમને ફરીથી એ વિસ્તારમાં છોડી દેવા પડે છે. વસ્તી ગણતરીની કામગીરી માત્ર શિક્ષકોને નહીં અન્યોને પણ સોંપો, અધિક કલેક્ટરને રજુઆત રાજકોટ જિલ્લામાં આગામી તા.1 જુનથી વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ થનાર હોય જેમાં માત્ર પ્રાથમિક શિક્ષકો જ નહી અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓને પણ ફરજ સોપવાની માંગણી સાથે પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા આજે અધિક કલેકટર મૂછારને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી છે. આ અંગે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ સંજયભાઈ હુંબલ તથા મહામંત્રી સાગર પોપટે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ આ કામગીરીમાં માત્ર શિક્ષકો જ નહી પરંતુ અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓને પણ સમાન રીતે ફરજ ફાળવણી આવે તે આવશ્યક છે. આવી કામગીરીમાં શરૂઆતથી 80 ટકાથી 90% જેટલા ટાર્ગેટ ફરજિયાત રાખવાથી શિક્ષકો પણ અનાવશ્યક માનસિક દબાણ ઉભુ થાય છે. બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો મુકિત માંગે તો તેને સંવેદનશીલતાથી મુકિત આપવામાં આવે, 50 વર્ષથી મોટી ઉંમરના તેમજ સગર્ભા મહિલાઓને મુકિત આપવામાં આવે તે પણ જરૂરી છે. રાજકોટનાં મવડીમાં મંદિર પાસેના ભંગારના ડેલા હટાવવા રહીશોની કમિશનરને રજૂઆત મવડી ગામતળમાં આવેલ સોરઠીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ અને પટેલ શેરીના રહીશોએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિઓ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. ગઈકાલે સાંજે મોટી સંખ્યામાં રહીશોએ મહાપાલિકા ખાતે ધસી જઈ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આઈ શ્રી ખોડીયાર માતાજી અને શંકર ભગવાનનું મંદિર આવેલું છે, જ્યાં દરરોજ વડીલો અને બાળકો સહિત અનેક દર્શનાર્થીઓ આવે છે. મંદિરની સામે જ મકાનનું બાંધકામ કરી તેમાં ભંગારનો ડેલો શરૂ કરવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં કોઈપણ મંજૂરી વગર ચાલતા આ ડેલાના કારણે જાહેર રસ્તા પર દબાણ વધ્યું છે. આ ડેલાનાં માલિકો દ્વારા રસ્તા પર રીક્ષાઓ અને ભંગારનો સામાન ખડકી દેવાતા ગંદકી અને રોગચાળાનો ભય ઊભો થયો છે. વધુમાં, પુઠ્ઠા અને પસ્તીના સંગ્રહને કારણે જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે અને ગમે ત્યારે આગ લાગવાની સંભાવનાથી સ્થાનિકો ભયભીત છે. ત્યારે આ લોકોની સલામતીને ધ્યાને રાખી ગેરકાયદે દબાણ અને કોમર્શિયલ પ્રવૃત્તિ સત્વરે બંધ કરાવવા માંગ કરવામાં આવી છે. રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મોક ડ્રિલ અને ટ્રેનિંગનું આયોજન રાજકોટ કાલાવડ રોડ પર આવેલી ગિરિરાજ હોસ્પિટલ ખાતે આજે ફાયર સ્ટેશન વિભાગ, કોટેચા ચોકના ફાયર ઓફિસર અને તેમની ટીમ દ્વારા ફાયર ફાઈટિંગ તેમજ મોક ડ્રિલ ટ્રેનિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલના સ્ટાફને આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઝડપી પ્રતિસાદ આપવા માટે સજ્જ કરવાનો હતો. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બને તે હેતુથી આ પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. તાલીમ દરમિયાન ફાયર વિભાગના નિષ્ણાતો દ્વારા હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓને આગ લાગવાના સંજોગોમાં રાખવાની સાવચેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવાની સાચી રીત, ઇમરજન્સી ઇવેક્યુએશન (સ્થળાંતર) પ્રક્રિયા અને ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને સલામત રીતે બહાર કાઢવા માટેના જરૂરી પગલાંઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોકડ્રિલ દરમિયાન આગ જેવી કૃત્રિમ પરિસ્થિતિ સર્જીને સ્ટાફને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. હોસ્પિટલના કર્મચારીઓએ આ પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક જોડાઈને કટોકટીના સમયે પરિસ્થિતિને નિયંત્રિત કરવાની મહત્વની કુશળતા મેળવી હતી. અંતમાં ફાયર ઓફિસર દ્વારા હોસ્પિટલના ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી પણ કરવામાં આવી હતી. રૈયાથી સ્માર્ટ સિટી સુધીનો રોડ 150 ફૂટ પહોળો થશે, 70 જેટલી મિલકતોને નોટિસ ફટકારાતા ફફડાટ ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થતાની સાથે રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યો અને ઓપરેશન ડિમોલિશન કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના રોડને પહોળો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ટીપી શાખા દ્વારા હાલ 80 ફૂટના રોડને 150 ફૂટનો બનાવવા આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોડની બંને બાજુ અંદાજે 35-35 ફૂટ જેટલી કપાત આવવાની શક્યતા છે. આ કામગીરીમાં રૈયા ગામના મૂળ રહેણાંક વિસ્તારના 60 થી 70 જેટલા મકાનો અને મિલકતો કપાતમાં જઈ રહ્યા છે. મહાપાલિકા દ્વારા આ મિલકતોનું ડિમાર્કેશન કરી નોટિસોની બજવણી શરૂ કરા આવતા અસરગ્રસ્તોમાં દેકારો બોલી ગયો છે. ઘણા મકાનોના ફળિયા અને દીવાલ જેવા ભાગો રોડના નકશામાં આવતા હોવાથી સ્થાનિકો દ્વારા વળતર ચૂકવવાની માંગણી સાથે રજૂઆતો શરૂ કરવામાં આવી છે. ગામથી આગળના વિસ્તારમાં સરકારી જમીનો હોવાથી ત્યાં સંપાદનની પ્રક્રિયા સરળ રહેશે, પરંતુ રહેણાંક વિસ્તારમાં કપાતને લઈને વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત બનશે સેમિકન્ડક્ટર સુપરહબ:સાણંદમાં માઈક્રોનની પાર્ટનર ‘હોતાયી’નું ₹700 કરોડનું રોકાણ, હજારો રોજગારીની તકો ઊભી થશે
    Next Article
    મહારાષ્ટ્રમાં બર્ડફ્લૂની એન્ટ્રીથી ગાંધીનગર હાઈએલર્ટ મોડ પર:ગુજરાત સરકારનું પશુપાલન વિભાગ સફાળું જાગ્યું , ચારેય તાલુકા માં 18 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment