Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹680 કરોડના કથિત ડોનેશન કૌભાંડની CID તપાસ:3 દિવસમાં ITની ફરિયાદ પરથી 4 ગુના, રાજકીય પાર્ટીના નામે પૈસાની લેવડદેવડનો આક્ષેપ

    1 day ago

    ગુજરાત CIDમાં છેલ્લા ત્રણ દિવસમાં ઈન્કમટેક્સ વિભાગની ફરિયાદના આધારે ચાર અલગ-અલગ ગુના નોંધાયા છે. ઈન્કમટેક્સ વિભાગે વર્ષ 2022-23ની આસપાસ કરેલી તપાસ અને દરોડા દરમિયાન કેટલીક એવી રજિસ્ટર્ડ અનરિકગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઓ અંગે માહિતી મળી હતી, જે લોકો પાસેથી ડોનેશન લેતી હોવાનો અને તેના બદલામાં ડોનેશન આપનારને ઈન્કમટેક્સ રિબેટ મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. CIDના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આ પાર્ટીઓ દ્વારા કોઈ વાસ્તવિક રાજકીય પ્રવૃત્તિ કરવામાં આવતી ન હોવાની અને ડોનેશન તરીકે મેળવાયેલા નાણાંમાંથી કેટલાક નાણાં આંગડિયા મારફતે સંબંધિત લોકોને પરત આપવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. ચારેય ફરિયાદોમાં સરકારી તિજોરીને પ્રથમ દૃષ્ટિએ આશરે ₹680 કરોડનું નુકસાન થયું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. બેંક ટ્રેલથી લઈને આંગડિયાની સ્લિપ સુધી તપાસ હાલ સમગ્ર કેસમાં તપાસનો તબક્કો ચાલી રહ્યો છે. CID હવે ઈન્કમટેક્સ વિભાગે અગાઉ કરેલી તપાસ દરમિયાન એકત્ર કરાયેલા તમામ પુરાવા પોતાના રેકોર્ડ પર લેશે. તપાસને વધુ અસરકારક બનાવવા માટે CAની મદદ લેવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ બેંક ટ્રેલ, આંગડિયાની સ્લિપ, રાજકીય પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલી પેમેન્ટની રસીદો સહિતના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવશે. ECI અને IT વિભાગને અપાયેલી ઓડિટ રિપોર્ટની ફોરેન્સિક તપાસ CID દ્વારા સંબંધિત રાજકીય પાર્ટીઓની ECIના પોર્ટલ પર અપલોડ કરવામાં આવેલી ઓડિટ રિપોર્ટ્સ તેમજ ઈન્કમટેક્સ સત્તાવાળાઓને રજૂ કરાયેલી ઓડિટ રિપોર્ટ્સની પણ ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. બીજી તરફ, કેસમાં સંડોવાયેલા આરોપીઓ તેમજ ફરાર આરોપીઓને શોધી કાઢવા માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. હાલ CID દ્વારા વિવિધ નાણાકીય ટ્રાન્ઝેક્શન અને દસ્તાવેજોના આધારે સમગ્ર નાણાકીય વ્યવહારની કડીઓ જોડવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભગતસિંહની જન્મજયંતિએ મોરબીમાં ‘સંકલ્પ દિવસ’:500થી વધુ નાગરિકોએ અંગદાનનો, 20 લોકોએ દેહદાનનો સંકલ્પ લીધો
    Next Article
    અમદાવાદ મનપાની લાચારી કે કમાણીનો નવો કીમિયો?:વાહનો ન આવતાં ધાબું ₹2 લાખમાં ઇવેન્ટ માટે ભાડે અપાયું, મોંઘી કાર-બાઇકના જોખમી સ્ટંટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment