Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ મનપાની લાચારી કે કમાણીનો નવો કીમિયો?:વાહનો ન આવતાં ધાબું ₹2 લાખમાં ઇવેન્ટ માટે ભાડે અપાયું, મોંઘી કાર-બાઇકના જોખમી સ્ટંટ

    1 day ago

    અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યા નિવારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ પાર્કિંગ પ્લોટ્સ અને કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જોકે, બીજી તરફ ખુદ મહાનગરપાલિકાની સંલગ્ન સંસ્થા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા બનાવવામાં આવેલું સાત માળનું મલ્ટીલેવલ પાર્કિંગ વાહનચાલકોના અભાવે નિષ્ફળ સાબિત થયું છે. વાહનો પાર્ક કરવા માટે લોકો ન આવતાં હવે તંત્ર દ્વારા રેવન્યુ (આવક) ઊભી કરવા માટે આ સરકારી પાર્કિંગ પરિસરને ખાનગી ઇવેન્ટ્સ માટે ભાડે આપવાની વિવાદાસ્પદ શરૂઆત કરવામાં આવી છે. ડીજેના ઘોંઘાટ વચ્ચે કારમાંથી આગ નીકળે તેવા સ્ટંટ ગત રવિવારે સાંજે મલ્ટીલેવલ પાર્કિંગના ધાબા (ટેરેસ) અને સાતમા માળે મોંઘીદાટ લક્ઝુરિયસ કાર તેમજ સ્પોર્ટ્સ બાઇકના પ્રીમિયમ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન ભારે ડીજે સાઉન્ડ અને એન્જિનના કર્કશ અવાજો વચ્ચે પાર્કિંગ પરિસર ધણધણી ઊઠ્યું હતું. ડિસ્પ્લેના નામે મંજૂરી મેળવ્યા બાદ ત્યાં ખુલ્લેઆમ જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. એક કારના સાયલેન્સરમાંથી આગની જ્વાળાઓ નીકળતી હોય તેવા કરતબો કરવામાં આવ્યા હતા, જ્યારે બાઇકના ટાયર ઘસાવવાના નિશાન પણ જમીન પર જોવા મળ્યા હતા. આ જોખમી સ્ટંટબાજી દરમિયાન એક બાઇકસવાર કાબૂ ગુમાવી દેતાં જમીન પર પટકાયો હતો, જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. આ સમગ્ર ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરીજનોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ₹2 લાખના ભાડા માટે સુરક્ષાના નિયમો નેવે મુકાયાનો આક્ષેપ આશ્ચર્યજનક બાબત એ છે કે કરોડોના ખર્ચે બનેલા આ સાત માળના મલ્ટીલેવલ પાર્કિંગના ધાબા પર એક પણ સીસીટીવી કેમેરો લગાવવામાં આવ્યો નથી, જેના કારણે આવી જોખમી પ્રવૃત્તિઓ પર સીધી કોઈ સુરક્ષાત્મક નજર રાખી શકાઈ નહોતી. નિયમ મુજબ માત્ર વાહન પાર્કિંગ માટે નિર્ધારિત સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ખાનગી સ્ટંટબાજી અને શો-ઓફ માટે કરવા દેવા સામે સ્થાનિકોમાં ગંભીર સવાલો ઊભા થયા છે. 'આવક મેળવવા ₹2 લાખમાં ધાબું ભાડે આપ્યું હતું': અધિકારી આ વિવાદ અંગે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના અધિકારી દીપક પટેલે જણાવ્યું હતું કે, “રેવન્યુ મેળવવાના હેતુથી મલ્ટીલેવલ પાર્કિંગના ધાબાના ભાગને ₹2 લાખના ભાડે માત્ર કાર અને બાઇક ડિસ્પ્લે ઇવેન્ટ માટે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ત્યાં બાઇક સ્ટંટ દરમિયાન એક સામાન્ય અકસ્માત સર્જાયો હોવાની અને ચાલક પટકાયો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે નિયમભંગ બદલ ખુલાસો પૂછવા ઇવેન્ટ આયોજકને તેડું મોકલવામાં આવ્યું છે.”
    Click here to Read More
    Previous Article
    ₹680 કરોડના કથિત ડોનેશન કૌભાંડની CID તપાસ:3 દિવસમાં ITની ફરિયાદ પરથી 4 ગુના, રાજકીય પાર્ટીના નામે પૈસાની લેવડદેવડનો આક્ષેપ
    Next Article
    Man Dupes 41 People Of Rs 40 Lakh On Overseas Job Promise, Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment