Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગતસિંહની જન્મજયંતિએ મોરબીમાં ‘સંકલ્પ દિવસ’:500થી વધુ નાગરિકોએ અંગદાનનો, 20 લોકોએ દેહદાનનો સંકલ્પ લીધો

    12 hours ago

    શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહની જન્મજયંતિને મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા માત્ર સ્મરણ અને પુષ્પાંજલિ પૂરતી સીમિત ન રાખી ‘સંકલ્પ દિવસ’ તરીકે ઉજવવામાં આવી હતી. ભગતસિંહના ત્યાગ, રાષ્ટ્રપ્રેમ અને દેશ માટેના સર્વોચ્ચ બલિદાનમાંથી પ્રેરણા લઈને દેહદાન અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી. જેમાં 500થી વધુ નાગરિકોએ અંગદાનનો, જ્યારે 20 લોકોએ દેહદાનનો સંકલ્પ લીધો હતો. મૃત્યુ બાદ પણ માનવકલ્યાણમાં ઉપયોગી બનવાનો સંદેશ અભિયાન દરમિયાન નાગરિકોને દેહદાન અને અંગદાનના માનવીય તેમજ સામાજિક મહત્ત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. મૃત્યુ બાદ વ્યક્તિનું શરીર તબીબી શિક્ષણ માટે ઉપયોગી બની શકે છે, જ્યારે અંગદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે છે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પહેલનો હેતુ ભગતસિંહની જન્મજયંતિને માત્ર તેમના જીવન અને બલિદાનને યાદ કરવાનો દિવસ ન રાખી, તેમના વિચારોમાંથી પ્રેરણા લઈને સમાજ પ્રત્યેની જવાબદારી સ્વીકારવાનો દિવસ બનાવવાનો હતો. ‘મૃત્યુ બાદ પણ કોઈને જીવન આપી શકીએ તો અર્થપૂર્ણ શ્રદ્ધાંજલિ’ યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “શહીદ ભગતસિંહનું સમગ્ર જીવન આપણને શીખવે છે કે દેશસેવા માત્ર શબ્દો કે સૂત્રોમાં નહીં, પરંતુ પોતાના જીવનને સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવવામાં છે. ભગતસિંહે જીવતા જીવ માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. આપણે તેમના વિચારોમાંથી પ્રેરણા લઈને મૃત્યુ પછી પણ કોઈને જીવન આપી શકીએ, કોઈના અંધકારમાં પ્રકાશ બની શકીએ અને આપણું શરીર તબીબી શિક્ષણ તથા માનવકલ્યાણ માટે ઉપયોગી બનાવી શકીએ તો તે તેમના પ્રત્યેની અર્થપૂર્ણ શ્રદ્ધાંજલિ બની શકે.” આગામી દિવસોમાં પણ જાગૃતિ અભિયાન ચાલુ રાખવાનો સંકલ્પ આ અભિયાન થકી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા દેહદાન અને અંગદાન અંગે સમાજમાં વધુ જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વધુમાં વધુ નાગરિકોને માનવસેવાના આ અભિયાન સાથે જોડવા માટે પ્રયાસો કરવામાં આવશે. ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે લેવાયેલા સંકલ્પ દ્વારા સમાજમાં અંગદાન અને દેહદાન અંગે સકારાત્મક સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:સગીરાએ બાળકને જન્મ આપ્યો, એક આરોપી સાથે DNA મેચ થયા
    Next Article
    ₹680 કરોડના કથિત ડોનેશન કૌભાંડની CID તપાસ:3 દિવસમાં ITની ફરિયાદ પરથી 4 ગુના, રાજકીય પાર્ટીના નામે પૈસાની લેવડદેવડનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment