Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:સગીરાએ બાળકને જન્મ આપ્યો, એક આરોપી સાથે DNA મેચ થયા

    11 hours ago

    અમદાવાદના શાહપુર પોલીસ મથકે વર્ષ 2024માં 22 વર્ષીય બે આરોપીઓ અબુઝર ખાન પઠાણ અને મોહમ્મદ ઝૈદ શેખ સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને આરોપીઓને 48 સાહેદ અને 14 પુરાવા તપાસીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. પીડિતાને લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યા કેસને વિગતે જોતા પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે પીડિતાની માસિક ધર્મની અનિયમિતતાના કારણે શંકા જતાં પીડિતાને પૂછપરછ કરવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું કે, આરોપી અબુજરે જાન્યુઆરી 2024 થી મે 2024 દરમિયાન લગ્નની લાલચ આપી તથા ધમકી આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપી ઝૈદે તેના ભાઈનો મિત્ર હોવાનો દાવો કરી, ઓગસ્ટ 2024 દરમિયાન બળજબરીથી અને વીડિયો વાયરલ કરવાની તથા પરિવારને મારી નાખવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. ગર્ભાવસ્થા ટેસ્ટ પોઝિટિવ આવતાં ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પીડિતાએ એક બાળકને જન્મ આપ્યો હતો. સગીરા સાથે દુષ્કર્મ આચરવા બદલ આરોપીઓેને 20 વર્ષની કેદ કોર્ટે નોંધ્યું હતું કે પુરાવાઓ પરથી સંબંધો પરસ્પર સંમતિથી હોવાનું જણાય છે, પરંતુ POCSO એક્ટની કાયદાકીય જોગવાઈઓ મુજબ સગીર વયના કિસ્સામાં પીડિતાની સંમતિ કાયદાકીય રીતે માન્ય ગણાતી નથી. DNA પ્રોફાઇલિંગ રિપોર્ટ મુજબ આરોપી અબુજરખાન એ જન્મ પામેલા બાળકનો જૈવિક પિતા હોવાનું સાબિત થયું છે. કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરવા બદલ બંને આરોપીઓને 20 વર્ષ કેદની સજા ફટકારી છે.
    Click here to Read More
    Previous Article
    'નર્મદા પુત્ર' સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન:શૂલપાણેશ્વર ખાતે લીધા અંતિમ શ્વાસ, નર્મદા ભક્તો અને પરિક્રમાવાસીઓમાં શોક
    Next Article
    ભગતસિંહની જન્મજયંતિએ મોરબીમાં ‘સંકલ્પ દિવસ’:500થી વધુ નાગરિકોએ અંગદાનનો, 20 લોકોએ દેહદાનનો સંકલ્પ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment