Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નર્મદા પુત્ર' સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન:શૂલપાણેશ્વર ખાતે લીધા અંતિમ શ્વાસ, નર્મદા ભક્તો અને પરિક્રમાવાસીઓમાં શોક

    10 hours ago

    નર્મદા પરિક્રમા સાથે છેલ્લા 30 વર્ષથી જોડાયેલા અને ‘નર્મદા પુત્ર’ તરીકે ઓળખાતા સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ શૂલપાણેશ્વર ખાતે નિધન થયું છે. છેલ્લા બે વર્ષથી તેઓ બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી નર્મદા ભક્તો અને પરિક્રમાવાસીઓમાં શોકની લાગણી પ્રસરી છે. 1000થી વધુ વખત નર્મદા પરિક્રમા કરવાનો દાવો સાવરિયા મહારાજે 1000થી વધુ વખત નર્મદા પરિક્રમા કરી હોવાનો દાવો કરવામાં આવે છે. તેઓ ઉઘાડા પગે અને માત્ર કેસરી પોતડી પહેરીને પગપાળા નર્મદા પરિક્રમા કરતા હતા. નર્મદા પરિક્રમા પ્રત્યેની તેમની આ અનોખી સાધના અને શ્રદ્ધાને કારણે તેઓ નર્મદા ભક્તોમાં જાણીતા બન્યા હતા. 4 લાખથી વધુ લોકોને પરિક્રમા કરાવ્યાનો દાવો સાવરિયા મહારાજે નિઃસ્વાર્થ ભાવે 4 લાખથી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરાવી હોવાનો પણ દાવો કરવામાં આવે છે. લાંબા સમયથી નર્મદા પરિક્રમા સાથે જોડાયેલા હોવાથી પરિક્રમાવાસીઓ સાથે તેમનો ગાઢ સંબંધ રહ્યો હતો. 31 દિવસની પરિક્રમામાં અનેક વખત નર્મદા સ્નાન નર્મદા પરિક્રમા દરમિયાન સાવરિયા મહારાજ નિયમિત નર્મદા સ્નાન કરતા હતા. તેમણે 31 દિવસની પરિક્રમા દરમિયાન 900થી 1000 વખત નર્મદા સ્નાન કરવાનો દાવો કર્યો હતો. તેમની જીવનશૈલી અને નર્મદા પ્રત્યેની ભક્તિને કારણે ભક્તોમાં તેમની આગવી ઓળખ બની હતી. નર્મદા ભક્તોમાં શોકની લાગણી શૂલપાણેશ્વર ખાતે સાવરિયા મહારાજે અંતિમ શ્વાસ લીધા બાદ તેમના નિધનથી નર્મદા ભક્તો અને પરિક્રમાવાસીઓમાં શોક છવાયો છે. નર્મદા પરિક્રમા સાથે લાંબા સમયથી સંકળાયેલા એક જાણીતા સાધકના અવસાનથી ભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજ્જુ લવગુરુના પરિવારને 3.50 કરોડની મદદ:કેદારનાથમાં 14 સુરતીઓ ફસાયા, ઈન્ફ્લુએન્સર મહિપતસિંહના પુત્રના હુમલામાં ટ્વિસ્ટ, પત્ની ટોળું લઈને પહોંચી
    Next Article
    સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:સગીરાએ બાળકને જન્મ આપ્યો, એક આરોપી સાથે DNA મેચ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment