Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખંપાળીયામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું:નાયબ કલેક્ટર એસ.વી. કલસરીયાની ટીમે હિટાચી મશીન અને ટ્રક જપ્ત કર્યા, ₹67 લાખનો મુદ્દામાલ મૂળી મામલતદાર કચેરીએ ખસેડ્યો

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળીયા ગામમાં સરકારી જમીન પર ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું. ચોટીલાના નાયબ કલેક્ટર એસ.વી. કલસરીયાની ટીમે વહેલી સવારે કાર્યવાહી કરી હતી. ટીમે સરકારી સર્વે નંબર 50ની જમીન પરથી એક હિટાચી મશીન અને તેને લઈ જતો એક ટ્રક જપ્ત કર્યો હતો. જપ્ત કરેલા મુદ્દામાલની કિંમત રૂ. 67 લાખ હોવાનું જણાવાયું છે. તેને મૂળી મામલતદાર કચેરીએ ખસેડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સવારે 6 વાગ્યાની આસપાસ ચોટીલા સબ-ડિવિઝન હેઠળ કરવામાં આવી હતી. ખનન કરનાર તરીકે ખંપાળીયાના રણછોડભાઈ ભુરાભાઈ રબારીનું નામ સામે આવ્યું છે. રણછોડભાઈ રબારી સામે ‘ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઑફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, 2017’ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    તહેવારો ટાણે ડ્રાયફ્રૂટ ભાવો આસમાને:આંતરરાષ્ટ્રીય યુદ્ધ પરિસ્થિતિ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો, આયાતમાં અનિયમિતતાને કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં 20 થી 50 ટકાનો ઉછાળો, તહેવારોમાં મીઠાઈ અને ગિફ્ટ પેકિંગ મોંઘા બનશે.
    Next Article
    મહિલાની હત્યાના કેસમાં મદદગાર આરોપીની જામીન અરજી ફગાવાઈ:ચંદ્રમણાં કેનાલમાં ધકેલી હત્યા કરવાના ષડયંત્રમાં સક્રિય ભૂમિકા હોવાની નોંધ સાથે પાટણ સેશન્સ કોર્ટનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment