Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીની દીકરી પર કર્ણાટકમાં સાસરિયાંનો ત્રાસ:લગ્ન પહેલાં 20 લાખ, બાદમાં ધમકી આપી વધું 50 હજાર પડાવ્યા; ઢોર માર મારી પહેરેલા કપડે કાઢી મૂકી

    11 hours ago

    નવસારીના શાંતાદેવી રોડ પર આવેલા શાંતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતી 37 વર્ષીય રીટાબેન અતુલકુમાર ભંસાલીએ પોતાના પતિ, સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ નવસારી મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજની માંગણી અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. રીટાબેનના લગ્ન વર્ષ 2013માં કર્ણાટકના બલ્લારી ખાતે રહેતા અતુલકુમાર મુલચંદજી ભંસાલી સાથે રાજસ્થાનમાં હિન્દુ રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્ન પહેલાં જ પતિ અતુલકુમાર અને સસરા મુલચંદજીએ ‘જો 20 લાખ રૂપિયા રોકડા નહીં આપો તો લગ્ન નહીં કરીએ’ તેવી ધમકી આપી હતી. દીકરીનું ભવિષ્ય ન બગડે તે માટે પિતાએ રૂ. 20 લાખ રોકડા સસરાના હાથમાં આપ્યા હતા. લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં રહેવા ગયેલી પરિણિતાને બે મહિના સારી રીતે રાખ્યા બાદ પતિ તેને ગોવા ફરવા લઈ ગયો હતો. ત્યાં જઈને પતિએ ધમકી આપી હતી કે, ‘તારા બાપ પાસે પચાસ હજાર મંગાવ, નહીંતર જીવવા નહીં દઉં’. પિતાએ તાત્કાલિક જમાઈના ખાતામાં રૂ. 50,000 ટ્રાન્સફર કર્યા હતા, જે પતિએ વાપરી નાખ્યા હતા. સાસરીમાં સાસુ મંજુદેવી, સસરા મુલચંદજી, નણંદ પૂજા બાફના અને સપના દેવડા અવારનવાર ‘તને જમવાનું બનાવતા નથી આવડતું’ કહી મેણા-ટોણા મારતા અને પતિની ચઢામણી કરતા હતા. જેના કારણે પતિ પરિણિતાને ઢોર માર મારતો હતો. વર્ષ 2015માં પુત્ર રેયાંશનો જન્મ થયો છતાં સાસરિયાંઓનો ત્રાસ ઓછો થયો ન હતો અને બાળકની સારવારના પૈસા પણ પિયરમાંથી મંગાવતા હતા. વર્ષ 2022માં પરિણિતાએ ઘરખર્ચના પૈસા માંગતા સાસરિયાંઓએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ઓક્ટોબર 2022માં સમાધાન માટે બેઠક યોજાઈ ત્યારે વચગાળાના માણસ અશોકજી પોરવાલે પરિણિતાને ધમકાવી હતી કે, “તુ અગર તેરે સસુરાલ નહિ ગઇ તો તેરે ઓર તેરે ભાઇ-બહેનો કો જેલ કી હવા ખીલાઉગા”. ગભરાઈને સાસરે ગયેલી પરિણિતાને માત્ર છ જ દિવસમાં ફરીથી એટલી હદે હેરાન કરાઈ કે અંતે 28 મે 2024ના રોજ તે પહેરેલા કપડે પોતાના પિયર નવસારી પરત આવી ગઈ હતી. છેલ્લા કેટલાય સમયથી પિયરમાં ઓશિયાળું જીવન જીવતી પરિણિતાએ અંતે કંટાળીને સમગ્ર મામલે નવસારી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ તથા દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ રમીલાબેન મકનભાઈને તપાસ સોંપી છે. આરોપીઓના નામ 1. અતુલકુમાર મુલચંદજી ભંસાલી (પતિ) - રહે. બલ્લારી, કર્ણાટક 2. મુલચંદજી પ્રભુજી ભંસાલી (સસરા) - રહે. બલ્લારી, કર્ણાટક 3. મંજુદેવી મુલચંદજી ભંસાલી (સાસુ) - રહે. બલ્લારી, કર્ણાટક 4. પૂજા શ્રેયાન્સ બાફના (નણંદ) - રહે. બલ્લારી, કર્ણાટક 5. સપના તપસ્વી દેવડા (નણંદ) - રહે. હૈદરાબાદ, તેલંગણા
    Click here to Read More
    Previous Article
    ચોમાસાના માઠા સમાચાર, સેટેલાઈટ તસવીરોમાં ગુજરાત પરથી વાદળો ગાયબ:7 દિવસ વરસાદની કોઈ આગાહી નહીં; અત્યાર સુધીમાં 17% વરસાદની ઘટ, દરિયામાં કરંટથી માછીમારોને એલર્ટ
    Next Article
    હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના સાત કેસ:છના રીપોર્ટ નેગેટીવ આવ્યા, એક પોઝિટીવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment