Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમ સંબંધોનો અંત આવતાં સુરાતન ચડ્યું!:પ્રેમીએ ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી પ્રેમિકાની ધોલાઈ કરી, ડોક્ટરની ઓળખ આપી ફસાવી હતી

    1 day ago

    ગાંધીનગરના સ્વાગત હોલીડે મોલ પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવેલા પ્રેમીએ યુવતીને ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી બળજબરીથી ગલીમાં ખેંચી જઈ બાહુપાશમાં જકડીને માર માર્યાની અને મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદનો સો. મીડિયોથી આરોપી સાથે સંપર્ક થયો અમદાવાદમાં વયોવૃદ્ધ માતા-પિતા રહેતી 35 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2023માં થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ ન હોવાના કારણે તે છૂટાછેડા માટેનો કેસ અમદાવાદ કોર્ટમાં લડી રહી છે. આ દરમિયાન ઓક્ટોબર, 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી મનન પાંડે નામના શખ્સ સાથે તેનો સંપર્ક થયો હતો. એ વખતે મનને પોતે ઓઢવ અમદાવાદમાં રહેતો હોવાનું અને આયુર્વેદિક ડૉક્ટર હોવાનું જણાવ્યું હતું. યુવતીએ મળવાની ના પાડતા ધમકી આપી આમ બન્ને વચ્ચે પરિચય વધ્યા પછી પ્રેમ પાંગર્યો હતો અને બંનેએ પોતાની મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. છ મહિના સુધી સંબંધો સારા રહ્યા બાદ એક દિવસ યુવતીએ મળવાની ના પાડતા પ્રેમી મનન પાંડેએ તેના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી લીધા હોવાનું જણાવી વાઇરલ કરવાની ધમકી આપી હતી. પોલીસમાં અરજી થતા માફી માગી ફોટો ડિલિક કરવા કહ્યું આ ન્યૂડ ફોટા વીડિયો વાઇરલ થવાની દહેશત ઉભી કરી આરોપી છેલ્લા એક વર્ષથી યુવતીને અવારનવાર માનસિક ત્રાસ આપતો હતો તથા પોતાની માગણી મુજબ ફરીથી ન્યૂડ ફોટા મંગાવતો રહેતો હતો. આ મામલે અગાઉ અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ આરોપીએ માફી માગી વીડિયો ડિલિટ કરવાની બાહેધરી આપતા સમાધાન થયું હતું. પરંતુ થોડા સમય બાદ તેણે ફરીથી હેરાનગતિ શરૂ કરી હતી. છેલ્લીવાર મળવા બોલાવી મોલ નજીક ગલીમાં લઈ ગયો ત્યારે ગત 23 ઓક્ટોબરે મનને ફોન કરીને ફક્ત એક જ વખત રૂબરૂ મળી લે તો ક્યારેય હેરાન નહીં કરે તેવી વાત કરી ગાંધીનગર સરગાસણ ખાતે આવેલા સ્વાગત હોલીડે મોલ પાસે બોલાવી હતી. જેથી યુવતી તેની અન્ય મિત્રો સાથે પોતાની કિયા કાર લઈને સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ત્યાં પહોંચી હતી. તે સમયે મનન હોન્ડા સિટી ગાડી લઈને પહોંચ્યો હતો અને વાતચીત કરવાના બહાને યુવતીને મોલ નજીક એક ગલીમાં લઈ ગયો હતો. યુવતી સાથે બળજબરી કરી માર માર્યો જ્યાં જઈને મનને તે મારી સાથે સંબંધો કેમ તોડી નાખ્યા છે? કહી બળજબરીથી યુવતીને બાહુપાશમાં જકડી લઈ ઝપાઝપી કરી બિભત્સ ગાળો બોલી મોઢા પર બે ત્રણ લાફા મારી દીધા હતા. આ ઉપરાંત યુવતીને રોડ પર પાડીને પેટના ભાગે બે-ત્રણ પાટા મારી ઇજા પહોંચાડી હતી. યુવતીની કારની ચાવી પણ ઝુંટવી લીધી હતી. જે આજદિન સુધી પરત આપી નથી. પોલીસમાં ઓળખ હોવાની ધમકી આપી, આખરે ફરિયાદ દાખલ આ ઘટનાથી ડરી ગયેલી યુવતીએ બૂમાબૂમ કરતા તેની મિત્રોએ દરમિયાનગીરી કરી તેને વધુ મારમાંથી છોડાવી હતી. તે સમયે મનને જો પોલીસ કેસ કરવામાં આવશે કે સંબંધ નહીં રાખવામાં આવે તો જાનથી મારી નાખવાની અને પોલીસમાં મોટી ઓળખાણ હોવાની ધમકી આપી હતી. એ વખતે તેની ધમકીઓથી ડરી જઈને યુવતીએ તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. જોકે ત્યારબાદ પણ 1 નવેમ્બરના રોજ રાત્રે પણ મનને અજાણ્યા નંબરોથી ફોન કરીને હેરાન કરતો હોઈ યુવતીએ હિંમત કરી પોતાના માતા-પિતાને આ અંગેની તમામ હકીકત જણાવી હતી. આખરે યુવતીએ સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા, હવે 53 દેશમાં તબાહી!:જગત જમાદાર બનશે પોલિટિકલ પંડીત, 100માંથી 63 લોકોએ કહ્યું હતું ખેલ ખતમ, હારની ભારત પર પાંચ મોટી અસર થશે
    Next Article
    તહેવારો ટાણે ડ્રાયફ્રૂટ ભાવો આસમાને:આંતરરાષ્ટ્રીય યુદ્ધ પરિસ્થિતિ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો, આયાતમાં અનિયમિતતાને કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં 20 થી 50 ટકાનો ઉછાળો, તહેવારોમાં મીઠાઈ અને ગિફ્ટ પેકિંગ મોંઘા બનશે.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment