Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાની હત્યાના કેસમાં મદદગાર આરોપીની જામીન અરજી ફગાવાઈ:ચંદ્રમણાં કેનાલમાં ધકેલી હત્યા કરવાના ષડયંત્રમાં સક્રિય ભૂમિકા હોવાની નોંધ સાથે પાટણ સેશન્સ કોર્ટનો હુકમ

    1 day ago

    પાટણના ચંદ્રમણાં નજીક નર્મદા કેનાલમાં ધકેલી મહિલાની હત્યા કરવાના કેસમાં મદદગાર આરોપી કિશનજી ઠાકોરની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સેશન્સ જજ એચ. એસ. મુલીયાએ ગુનાની ગંભીરતા અને આરોપીની ભૂમિકા ધ્યાનમાં રાખીને આ હુકમ કર્યો. કેસની વિગતો મુજબ, મુખ્ય આરોપી સક્તાજી ભેમાજી ઠાકોરને તેના સંબંધી કિશનજી ઠાકોરની માસી સાથે સંબંધ હતા. આ વાતની જાણ સક્તાજીની પત્ની મંજુલાબેનને થતાં દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. મંજુલાબેનને રસ્તામાંથી હટાવવા માટે સક્તાજી અને માસીના ભત્રીજા કિશનજી રમેશજી ઠાકોરે કાવતરું ઘડ્યું હતું. કિશનજી માલસુંદ, હારીજનો રહેવાસી છે. યોજના મુજબ, મંજુલાબેન પાટણથી શાકભાજી વેચીને ઈકો ગાડીમાં પરત ફરી રહ્યાં હતાં. કિશનજી અગાઉથી કેનાલ પાસે બાઈક લઈને ઊભો હતો. તેણે ગાડી રોકાવી અને કેનાલમાં કોઈ વ્યક્તિ પડી હોવાનો ખોટો દેખાવ કર્યો હતો. મંજુલાબેન જોવા માટે ગાડીમાંથી ઉતરીને કેનાલ પાસે ગયાં ત્યારે બંને આરોપીઓએ તેમના પગ પકડીને ધસમસતા પાણીમાં ધકેલી દીધાં હતા. હત્યા પછી પુરાવા છુપાવવા અને ગુના પર પડદો પાડવા, મંજુલાબેને કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની ખોટી વાત ફેલાવવામાં આવી હતી. પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર્જશીટ રજૂ થયા બાદ કિશનજી ઠાકોરે જામીન માટે અરજી કરી હતી. સરકારી વકીલ જે. જે. બારોટની દલીલો અને પોલીસ તપાસના સોગંદનામાને આધારે કોર્ટે અરજી ફગાવી. કોર્ટે નોંધ્યું કે ગુનામાં કિશનજીની સક્રિય ભૂમિકા પ્રથમદર્શનીય રીતે દેખાય છે. ચાર્જશીટ દાખલ થવાથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી. પૂર્વઆયોજિત કાવતરું ઘડીને હત્યા કરવાના કેસમાં કોર્ટે કિશનજીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ખંપાળીયામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું:નાયબ કલેક્ટર એસ.વી. કલસરીયાની ટીમે હિટાચી મશીન અને ટ્રક જપ્ત કર્યા, ₹67 લાખનો મુદ્દામાલ મૂળી મામલતદાર કચેરીએ ખસેડ્યો
    Next Article
    ઈસ્કોન-સરખેજ વચ્ચેના 4KMના બ્રિજનું 9 નવેમ્બરે લોકાર્પણ:2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બ્રિજ સહિત એક હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment