Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈસ્કોન-સરખેજ વચ્ચેના 4KMના બ્રિજનું 9 નવેમ્બરે લોકાર્પણ:2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બ્રિજ સહિત એક હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે

    1 day ago

    અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધીના 4 કિમીના 6 લેન ફ્લાયઓવર બ્રિજનું આગામી નવ નવેમ્બરે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. દિવાળીના તહેવારની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે 671 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને 358 કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ કરશે. ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડીનો આ બ્રિજ ચાલુ થવાથી રોજના 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. વાહનચાલકો અમદાવાદથી ગાંધીનગર સરળતાથી અને ઝડપી પહોંચી શકશે. એ સાથે સૌરાષ્ટ્રથી અમદાવાદના ઉજાલા સર્કલ થઈને ગાંધીનગર જતા વાહનચાલકોને પણ ફાયદો થશે. ઓવરબ્રિજની બંને સાઈડ વાહનચાલકો માટે 3-3 રેમ્પ બનાવાયા એસજી હાઈવે પર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ સરખેજ ચોકડીથી ઇસ્કોન જંક્શન સુધી બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી આ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ બ્રિજની બંને સાઈડ 3-3 રેમ્પ બનાવવામાં આવ્યા છે, જેનો વાહનચાલકોને સીધો ફાયદો થશે. 1 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે અમદાવાદના મેયર હિતેશ બારોટએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 9 નવેમ્બરના રોજ અમદાવાદ આવવાના છે અને 671 કરોડથી વધુના લોકાર્પણ અને 358 કરોડના ખાતમુહૂર્ત કરવાના છે. નારણપુરા, ઘાટલોડીયા અને બોપલ વિસ્તારમાં નવી સ્માર્ટ સ્કૂલોનું પણ લોકાર્પણ કરશે. સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રાણીપ અને ચાંદલોડિયામાં નવા પાણીની ટાંકીનું પણ ઉદ્ઘાટન કરશે. વાડજ વિસ્તારના પરીક્ષિતલાલ નગર ઝૂંપડપટ્ટી અને હનુમાનપુરાની ચાલીના રીડેવલોપમેન્ટનું પણ ખાતમુહૂર્ત કરશે. એ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જાહેર સભાસ્થળ આજે સાંજ સુધીમાં નક્કી કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મહિલાની હત્યાના કેસમાં મદદગાર આરોપીની જામીન અરજી ફગાવાઈ:ચંદ્રમણાં કેનાલમાં ધકેલી હત્યા કરવાના ષડયંત્રમાં સક્રિય ભૂમિકા હોવાની નોંધ સાથે પાટણ સેશન્સ કોર્ટનો હુકમ
    Next Article
    ધાબા પરથી ₹1.42 લાખની 114 બેટરીની ચોરી:સાબરમતી સેન્ટ્રલ જેલના બ્લોકની લિફ્ટની બેટરીઓ ગાયબ, જેલરે ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment