Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પોલીસે ₹63 લાખનો વિદેશી દારૂનો નાશ કર્યો:જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં જપ્ત જથ્થાનો નિકાલ

    2 days ago

    પાટણ પોલીસે જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી કુલ 24,210 વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો છે. આ જથ્થાની બજાર કિંમત આશરે 63.28 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, પાટણ સિટી 'બી' ડિવિઝન, પાટણ તાલુકા અને ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી માટે નામદાર કોર્ટમાંથી જરૂરી હુકમ મેળવવામાં આવ્યા હતા. દારૂના નાશની આ કાર્યવાહી માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હિરેન ચૌહાણના વડપણ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા, મામલતદાર એફ.એમ. બાગવાન, નશાબંધી અને આબકારી અધિક્ષક તેમજ સંબંધિત થાણા ઇન્ચાર્જો હાજર રહ્યા હતા. આ કાર્યવાહીમાં પાટણ સિટી 'બી' ડિવિઝનનો 1 ગુનો, પાટણ તાલુકાનો 1 ગુનો અને ચાણસ્મા પોલીસ સ્ટેશનના 8 ગુના મળી કુલ 10 ગુનાઓનો મુદ્દામાલ સામેલ હતો. આ સમગ્ર જથ્થાનો સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામની સરકારી પડતર જમીનમાં, સરકારી ગોડાઉનની પાછળ સુજનીપુર રોડ નજીક સુરક્ષિત રીતે નાશ કરવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં વિધવા પુત્રવધૂને સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મૂકી:બાળકોની સ્કૂલ ફી માંગતા શારીરિક-માનસિક ત્રાસ આપી રેશનકાર્ડમાંથી નામ કમી કર્યા
    Next Article
    જામનગરમાં નદીકાંઠેથી યુવાનનો મૃતદેહ મળ્યો:25 વર્ષના યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી, હત્યાની આશંકા, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment