Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં વિધવા પુત્રવધૂને સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મૂકી:બાળકોની સ્કૂલ ફી માંગતા શારીરિક-માનસિક ત્રાસ આપી રેશનકાર્ડમાંથી નામ કમી કર્યા

    2 days ago

    પાટણ મહિલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ ચાણસ્માના કારોડા ગામની કિંજલબેન મનુભાઈ પ્રજાપતિના લગ્ન વર્ષ 2016માં મહેસાણાના રાધનપુર રોડ પર રહેતા મેહુલકુમાર સુખદેવભાઈ પ્રજાપતિ સાથે થયા હતા. તેમને 8 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. ડિસેમ્બર 2024માં પતિ મેહુલકુમારનું બીમારીના કારણે અવસાન થતાં કિંજલબેન તેમના સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. શરૂઆતમાં સાસરીયાઓએ સારી રીતે રાખ્યા બાદ બાળકોના શિક્ષણના ખર્ચને લઈને વિવાદ શરૂ થયો હતો. કિંજલબેને પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે તેમણે બાળકોની સ્કૂલ ફી ભરવા માટે સસરા સુખદેવભાઈ ભગવાનભાઈ પ્રજાપતિ પાસે પૈસા માંગ્યા, ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. સસરાએ તેમને ઢીકાપાટુનો માર મારી 'તારા બાપના ઘરેથી લાવીને ફી ભરી દેજે' તેમ કહી મેણાંટોણાં માર્યા હતા. આ વિવાદમાં જેઠ કિરણભાઈ અને નણંદ અસ્મિતાબેને પણ કિંજલબેનને ધમકીઓ આપી પિયર જતા રહેવા દબાણ કર્યું હતું. આટલું જ નહીં, સાસરીયાઓએ કિંજલબેન અને તેમના બાળકોના નામ રેશનકાર્ડમાંથી પણ કમી કરાવી દીધા હતા, જેના કારણે તેમને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સતત ત્રાસ અને દબાણના કારણે જુલાઈ 2025માં કિંજલબેન પિયર પરત ફર્યા હતા. ત્યારબાદ સામાજિક રીતે સમાધાનના પ્રયત્નો કરવા છતાં સાસરીયાઓએ તેમને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જ્યારે તેઓ સમાજના માણસો સાથે સાસરીમાં પરત લેવા માટે ગયા, ત્યારે સાસુ અન્નપૂર્ણાબેન, સસરા સુખદેવભાઈ, જેઠ કિરણકુમાર અને નણંદ અસ્મિતાબેને બિભત્સ ગાળો બોલી તેમને ઘરમાં પ્રવેશવા દીધા ન હતા. આખરે કિંજલબેને સસરા સુખદેવભાઈ, સાસુ અન્નપૂર્ણાબેન, જેઠ કિરણકુમાર અને નણંદ અસ્મિતાબેન વિરૂધ્ધ પાટણ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. પોલીસે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં ભારે વાહનો પર પ્રતિબંધ:શિવ શક્તિ સોસાયટી પાસેના આંતરિક માર્ગ પર ડમ્પર, ટ્રક, ટ્રેલર નહીં ચાલે
    Next Article
    પાટણ પોલીસે ₹63 લાખનો વિદેશી દારૂનો નાશ કર્યો:જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં જપ્ત જથ્થાનો નિકાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment