Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં ભારે વાહનો પર પ્રતિબંધ:શિવ શક્તિ સોસાયટી પાસેના આંતરિક માર્ગ પર ડમ્પર, ટ્રક, ટ્રેલર નહીં ચાલે

    2 days ago

    ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા શહેરમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. શિવ શક્તિ સોસાયટી પાસે આવેલી કોર્ટની દિવાલથી મનહર પાર્ક સુધીના આંતરિક રોડ પર ડમ્પર, ટ્રક અને ટ્રેલર જેવા ભારે વાહનો 29 એપ્રિલ 2026 થી 29 જૂન 2026 સુધી પસાર થઈ શકશે નહીં. આ નિર્ણય ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ લેવામાં આવ્યો છે. આ રસ્તો રહેણાંક વિસ્તારમાં આવેલો છે અને તાજેતરમાં જ તેના પર સીસી રોડનું કામ કરવામાં આવ્યું છે. સ્થાનિક રહીશો, લોકો અને નાના બાળકોની અવરજવર અહીં સતત રહે છે. ભારે વાહનોની અવરજવરથી રહેણાંક વિસ્તારમાં અકસ્માત થવાની સંભાવના છે, તેમજ નાના બાળકો અને સ્થાનિક રહીશોના જીવનને જોખમ ઊભું થઈ શકે છે. આ ઉપરાંત, નવા બનેલા રોડને નુકસાન થવાની અને ધૂળ તથા અવાજ જેવા પ્રદૂષણમાં વધારો થવાની પણ પૂરી સંભાવના છે. આ તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે ભારે વાહનો જેવા કે ડમ્પર, ટ્રક અને ટ્રેલરની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આ અંગે સૂચનાઓ આપવામાં આવી છે. તેમને જ્યાંથી મોટા વાહનો સોસાયટીમાં દાખલ થતા હોય ત્યાં 'ઓવરહેડ હાઈટ રિસ્ટ્રિક્ટર' (લોખંડની આડી પાઇપ) લગાવવા અને પ્રતિબંધિત રસ્તાની બંને બાજુએ 'ભારે વાહનો માટે રસ્તો પ્રતિબંધિત છે' તેવા સાઇન બોર્ડ લગાવવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    નસવાડી લૂંટ વિથ મર્ડર, કડા માટે વૃદ્ધાના બંને પગ કાપ્યાં:લૂંટારાએ ઘરમાં ઘૂસી વૃદ્ધાને પતાવી દીધા, આરોપીને કડક સજાની પુત્રની માગ
    Next Article
    પાટણમાં વિધવા પુત્રવધૂને સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મૂકી:બાળકોની સ્કૂલ ફી માંગતા શારીરિક-માનસિક ત્રાસ આપી રેશનકાર્ડમાંથી નામ કમી કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment