Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નસવાડી લૂંટ વિથ મર્ડર, કડા માટે વૃદ્ધાના બંને પગ કાપ્યાં:લૂંટારાએ ઘરમાં ઘૂસી વૃદ્ધાને પતાવી દીધા, આરોપીને કડક સજાની પુત્રની માગ

    2 days ago

    છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં 75 વર્ષીય વૃદ્ધા દશરીબેન ભીમાભાઇ ભીલની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. લૂંટારાએ વૃદ્ધાના પગ કાપીને કડા ચોરી લીધા હતા. ગઢ બોરીયાદ ગામના પ્રવેશદ્વાર પાસે આવેલા કાચા મકાનમાં દશરીબેન એકલા રહેતા હતા. રાત્રિ દરમિયાન લૂંટારાઓ ઘરમાં ઘૂસ્યા હતા. આ વિસ્તારમાં આદિવાસીઓમાં પગમાં કડલાં પહેરવાનો રિવાજ છે. લૂંટારાઓએ દશરીબેનના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી અને તેમના બંને પગ કાપી નાખ્યા હતા. પગમાં પહેરેલા આશરે 1 કિલોગ્રામ વજનના કડા, જેની કિંમત અંદાજે રૂ. 2,50,000/- છે, તે ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ દશરીબેનના દીકરા ઘરે આવ્યા ત્યારે થઈ હતી. તેમણે તાત્કાલિક નસવાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને લૂંટારાઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. મૃતકનો પુત્ર અતુલ ભીલે જણાવ્યું કે, હું સાંજે કામ પરથી પરત આવ્યો ત્યારે પાડોશી મહિલાઓએ મને કહ્યું કે, તમારી માતા સવારના બહાર નીકળ્યા નથી. જેથી મે મારા મોટા પુત્રને તપાસ કરવા મોકલ્યો હતો. જેણે મને આ સમગ્ર ઘટના જણાવી હતી. વધુમાં જણાવ્યું કે, અમારી માંગ એટલી જ છે કે, આરોપીની જલ્દીથી ધરપકડ કરવામાં આવે અને તેને કડકમાં કડક સજા થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    'રણવીર સિંહના ચહેરા પર નેગેટિવિટી છે':મુકેશ ખન્નાએ ફરી 'શક્તિમાન' માટે 'ધુરંધર' એક્ટરને અયોગ્ય ગણાવ્યો, કહ્યું- 'તે વિલનના પાત્રમાં ચાલશે'
    Next Article
    ચોટીલામાં ભારે વાહનો પર પ્રતિબંધ:શિવ શક્તિ સોસાયટી પાસેના આંતરિક માર્ગ પર ડમ્પર, ટ્રક, ટ્રેલર નહીં ચાલે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment