Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘોડિયામાં નિવૃત્ત પ્રોફેસર સાથે ₹60 હજારની ઠગાઈ:CRPF ઓફિસરની ખોટી ઓળખ આપી સસ્તામાં ફર્નિચર આપવાની લાલચે પૈસા પડાવ્યા

    7 hours ago

    વડોદરાના વાઘોડિયા તાલુકાના લીમડા સ્થિત ખાનગી યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર સાથે સાયબર ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખસે CRPF ઓફિસરની ખોટી ઓળખ આપી સસ્તા ભાવે ફર્નિચર અપાવવાની લાલચ આપીને રૂપિયા 60,000 પડાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઇમમાં થયેલી ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફર્નિચરના ફોટા મોકલી વિશ્વાસ કેળવ્યા બાદ QR કોડથી નાણાં પડાવ્યા મૂળ સાબરકાંઠાના પ્રાંતિજના વતની અને હાલ લીમડા ખાતે ખાનગી યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા ફરિયાદી ગણપતલાલ કોદરભાઈ વણકરને ઠગબાજે પોતાની ઓળખ CRPF ઓફિસર તરીકે આપી હતી. આરોપીએ સસ્તામાં ફર્નિચર આપવાની વાત કરી વિશ્વાસ કેળવવા માટે વોટ્સએપ પર ફર્નિચરના ફોટા પણ મોકલ્યા હતા. ત્યારબાદ પેમેન્ટ માટે અલગ-અલગ QR કોડ મોકલતા ફરિયાદીએ તે કોડ પોતાના મિત્ર જેશન પટેલને મોકલી આપ્યા હતા. બે તબક્કામાં ₹60 હજાર ટ્રાન્સફર થતાં ઠગાઈનો અહેસાસ ફરિયાદીના કહેવાથી તેમના મિત્ર જેશન પટેલે પોતાના બેંક ખાતામાંથી આરોપીએ મોકલેલા QR કોડ પર પ્રથમ ₹25,000 અને ત્યારબાદ ₹35,000 મળી કુલ ₹60,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જોકે, નાણાં ચૂકવ્યા બાદ પણ ફર્નિચર ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે ગણપતલાલ વણકરે સાયબર ક્રાઇમમાં અરજી કરતા વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી આરોપીનું પગેરું મેળવવા તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં વસ્તી ગણતરીની તાલીમ યોજાઈ:2027ની ગણતરીના બીજા તબક્કા માટે અધિકારીઓને બે દિવસ તાલીમ અપાઈ
    Next Article
    ઉલ્લૂ જેવી 50 એપ બંધ, પરંતુ પોર્નનો કારોબાર ચાલુ:શૂટિંગ નેપાળમાં, દુબઈ-કેનેડાથી અપલોડિંગ; 1 દિવસની કમાણી 60 લાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment