Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉલ્લૂ જેવી 50 એપ બંધ, પરંતુ પોર્નનો કારોબાર ચાલુ:શૂટિંગ નેપાળમાં, દુબઈ-કેનેડાથી અપલોડિંગ; 1 દિવસની કમાણી 60 લાખ

    14 hours ago

    'અમારા 7 લાખના એપિસોડે 4 દિવસમાં 1 કરોડ 60 લાખ કમાયા. 24 કલાકમાં 60 લાખ રૂપિયા આવ્યા, તે પણ ડોલરમાં. તમારા માટે પણ બનાવી આપીશું. શૂટિંગ નેપાળમાં કરાવી દઈશું અને પેમેન્ટ ડોલરમાં આવશે.' અશ્લીલ ફિલ્મોના કારોબાર સાથે જોડાયેલા લોકોએ અમારી તપાસ દરમિયાન અમને આવી અનેક ઓફરો આપી. સરકારે અશ્લીલ ફિલ્મો દેખાડતી 'ઉલ્લુ' (Ullu) જેવી 48 એપ્સ બંધ કરી દીધી છે, પરંતુ કારોબાર હજુ ચાલુ છે. અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો અને જાહેરાતો જોઈને આ અંગે શંકા ગઈ હતી. તપાસ શરૂ કરી તો અમારી સામે અશ્લીલ ફિલ્મો સાથે જોડાયેલી વેબસાઇટ્સ અને OTT પ્લેટફોર્મ્સનું ઘોડાપૂર આવી ગયું. સરકારના પ્રતિબંધ પછી પણ આ ધંધો કેવી રીતે ચાલી રહ્યો છે, ફિલ્મો કોણ બનાવી રહ્યું છે, શૂટિંગ ક્યાં થઈ રહ્યું છે અને કોણ તેમને નવા પ્લેટફોર્મ સુધી પહોંચાડી રહ્યું છે, આની તપાસ કરવા માટે અમે ઇન્વેસ્ટર (રોકાણકાર) બનીને મુંબઈમાં આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સુધી પહોંચ્યા. પહેલી મુલાકાત દાવો: એક્ટર્સ બહાર છુપાઈને શૂટિંગ કરી રહ્યા છે સમીર સલીમ સેંકડો બોલ્ડ સિરીઝ અને ઉલ્લુ ચેનલ માટે ડઝનબંધ એપિસોડ તૈયાર કરી ચૂક્યા છે. તેઓ જણાવે છે કે જરૂર કરતાં વધુ સેક્સ દેખાડવાની હોડમાં ભૂલ થઈ. સરકારે હોટશોટ્સ, ઉલ્લુ, કૂકૂ, પ્રાઇમફ્લિક્સ જેવી એપ્સ બંધ કરાવી દીધી. અશ્લીલ ફિલ્મો હજુ પણ બની રહી છે, બસ રીત બદલાઈ ગઈ છે. રિપોર્ટર: અત્યારે એપ ક્યાંથી ચલાવી રહ્યા છો, કામ કઈ રીતે થઈ રહ્યું છે? SSK: પ્લે સ્ટોર પર જ છે. પહેલાં સરકાર કડકાઈ કરી રહી હતી, હવે કડકાઈ પ્લે સ્ટોર પર છે. વલ્ગર (અશ્લીલ) કન્ટેન્ટ આવતા જ એપ તરત હટી જશે. હવે બધું બહારથી ચાલી રહ્યું છે, એક્ટર્સ પણ બહાર જઈને છુપાઈ-છુપાઈને શૂટ કરી રહ્યા છે. સરકાર કહી રહી છે કે ફિલ્મોની જેમ બોલ્ડ સીન દેખાડો. ફક્ત બોલ્ડ કે સેક્સ જ ચલાવવું યોગ્ય નથી. રિપોર્ટર: ઉલ્લુ પણ તો સિનેમા ટાઈપ જ હતું. SSK: હા, 20 મિનિટની સ્ટોરીમાં 16 મિનિટ સેક્સને સ્ટોરી ફોર્મ માનવામાં નહીં આવે. 20 મિનિટમાં આ માત્ર 20% એટલે કે 4 મિનિટ હોવું જોઈએ. વધારે હોય તો 6 મિનિટ કરી દો. 16 મિનિટ કરશો, તો નહીં ચાલે. ઉલ્લુ કે બાકીની એપ્સ એટલે જ બેન થઈ. લોકોને ફીલ આવવી જોઈએ કે આ થઈ રહ્યું છે. અમે એવું કરી દીધું કે આ કાઢો, હાથ અહીં રાખો, ત્યાં સિલિકોન લગાવો, પગનો શોટ છે, ચટાવી રહ્યા છે, આવા સંજોગોમાં સરકાર બંધ જ કરશે ને. હવે સવાલ એ હતો કે શું ખરેખર અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ મુંબઈની બહાર અથવા દેશના અન્ય ભાગોમાં થઈ રહ્યું છે? આનો જવાબ શોધતા અમે OTT પ્લેટફોર્મ 'ઉલ્લુ'ની બોલ્ડ સિરીઝમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયા ગામરેને મળ્યા. બીજી મુલાકાત દાવો: બંધ પડેલી જૂની એપમાંથી ફિલ્મો ખરીદીને નવી એપ પર મૂકી રહ્યા છે પ્રિયાના જણાવ્યા મુજબ, પોલીસના સતત દરોડાઓ પછી મુંબઈમાં અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ લગભગ બંધ છે. વાતચીતમાં પ્રિયાએ અમને એ નેટવર્ક વિશે જણાવ્યું, જેની અમે શોધમાં હતા. તેણે જણાવ્યું કે બંધ થઈ ચૂકેલી એપ્સ પાસેથી ફિલ્મો ખરીદીને પહેલા પોતાની એપ પર મૂકે છે. સરકાર ફરીથી બંધ ન કરી દે, એટલે નવું બનાવવાનું રિસ્ક લઈ રહ્યા નથી. જૂનું બનેલું કન્ટેન્ટ જ લઈ રહ્યા છે. કોઈ રોયલ્ટી પર લઈ રહ્યું છે, તો કોઈ ખરીદી રહ્યું છે. આનો રિસ્પોન્સ જોયા પછી નવી ફિલ્મ બનાવશે. પ્રિયાના કહેવા પ્રમાણે, સોફ્ટ પોર્ન બનાવવાનું કામ ભારતની બહાર બેસીને કરવું પડશે. કાયદાકીય પરેશાનીઓથી બચવા માટે ઘણા લોકો આવું કરી રહ્યા છે. પ્રિયાએ અમારી વાત દુબઈમાં બેઠેલા ધર્મ સાથે કરાવી, જે આવી એપ્સ ઓપરેટ કરે છે. રિપોર્ટર: સેમી પોર્ન અપલોડ કરવાની સિસ્ટમ શું રહેશે? ધર્મ: બેઝિકલી આમાં લોઅર પાર્ટ દેખાતો નથી, આખો અપર પાર્ટ (ઉપરનો ભાગ) એક્સપોઝ્ડ રહે છે. એ જ સેમી પોર્ન છે. હોટ શોટ અને તેના જેવી બીજી જે બધી એપ્સ છે, તેને ઇન્ડિયામાં રજિસ્ટર ન કરી શકાય. ગૂગલ પ્લે પણ ઇન્ડિયા માટે તેની પરમિશન આપતું નથી. આવી એપ્સ માટે દુબઈમાં અમારી મોટી ટેકનિકલ ટીમ છે, જે કામ કરશે. દુબઈમાં એડિટિંગ, કેનેડાથી કન્ટેન્ટ અપલોડિંગ અને થાઈલેન્ડમાં શૂટિંગ થશે. ભારતમાં સોશિયલ મીડિયા દ્વારા પ્રમોશન થશે, જેથી દર્શકો સીધા એપ સુધી પહોંચી શકે. સમીર અને પ્રિયા સાથેની વાતચીત પરથી સ્પષ્ટ થઈ ગયું કે મુંબઈમાં અશ્લીલ ફિલ્મો શૂટ નથી થઈ રહી. હવે સવાલ એ હતો કે આ ક્યાં બની રહી છે. જૂના અન-ટેલિકાસ્ટ વીડિયો કોણ વેચી રહ્યું છે. આની તપાસમાં અમે રાજેશ કુમાર સુધી પહોંચ્યા, જે આવી ફિલ્મો નવા OTT પ્લેટફોર્મને વેચી રહ્યા છે. ત્રીજી મુલાકાત દાવો: મઢ અને લોનાવાલામાં શૂટિંગ, દુબઈથી થઈ રહ્યું છે અપલોડિંગ રાજેશ સાથે નવી OTT એપ માટે અશ્લીલ ફિલ્મો ખરીદવાની વાત પહેલાં ફોન પર થઈ. તેઓ મળવા માટે તૈયાર થઈ ગયા. તેમણે જણાવ્યું કે એક એપિસોડ 20 મિનિટનો છે. તેનો એક લાખ 20 હજાર ખર્ચ થશે. રિપોર્ટર: સારું, અત્યારે તમે મને આ raw footage આપ્યા છે. રાજેશ: raw footage નહીં, આ પ્રીવ્યૂ છે. આ દોઢ કલાકનું છે. આમાં વચ્ચે-વચ્ચેથી એપિસોડ કપાશે. તમને હાર્ડ ડિસ્કમાં નાખીને આપીશું. રિપોર્ટર: કોઈ કોપીરાઈટ નહીં આવે? રાજેશ: ઓરિજિનલ શૂટ છે, કોપીરાઈટ કઈ રીતે આવશે. એક્ટર-આર્ટિસ્ટનું NOC છે. રિપોર્ટર: કેટલા એપિસોડ બની રહ્યા છે? તમે કોના માટે બનાવી હતી? રાજેશ: ટોટલ 27 કે 28. 'રેબિટ' (Rabbit) માટે બનાવી હતી. ચેનલ બંધ થઈ ગઈ, તો એ લોકોએ ના લીધી. સાંભળ્યું છે કે ફરી ચાલુ થઈ છે. હવે દુબઈથી અપલોડિંગ કરી રહ્યા છે. મોટું સેટઅપ છે. જોકે એપ પ્લે સ્ટોર પર નથી, પરંતુ બાકી બધી જગ્યાએ ચાલી રહી છે. આમને ડોલરમાં પૈસા આવે છે. રિપોર્ટર: અપલોડિંગ દુબઈથી કરી રહ્યા છો, તો શું એપ પણ ત્યાં જ ડેવલપ કરી છે? રાજેશ: એપ અને બાકી બધું અહીંથી જ છે, ફક્ત અપલોડિંગ દુબઈથી કરી રહ્યા છીએ. પહેલાનો બનેલો માલ જ નાખી રહ્યા છીએ. એક સાથે ઘણા પ્રોડ્યુસર કામ કરી રહ્યા હતા. મારું અહી 5 સ્ટોરીનું કામ થયું છે. આવા તો ખબર નહીં બીજા કેટલા હશે. રિપોર્ટર: 1.20 લાખના હિસાબે 27-28 એપિસોડના કેટલા થશે? રાજેશ: 30-32 લાખ. રિપોર્ટર: શૂટિંગ શું મઢમાં થયું છે? રાજેશ: મઢમાં. લોનાવાલામાં વધારે થાય છે. રાજેશના મોબાઈલમાંથી મળેલા અશ્લીલ ફિલ્મોના ભંડારે પ્રિયા ગામરેના દાવાઓને સાચા ઠેરવ્યા. સરકારની રોક પછી જે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ હતી, તેને નવી OTT એપ્સ મારફતે ફરી બજારમાં ઉતારવામાં આવી રહી છે. હવે સવાલ આવ્યો કે આ એપ્સ ચલાવી કોણ રહ્યું છે. જવાબ જાણવા માટે અમે રાજેશે દેખાડેલી ફિલ્મોમાં કામ કરનારી એક એક્ટ્રેસને મળ્યા. ચોથી મુલાકાત દાવો: રાત્રે 2 વાગ્યા પછી ઇન્ટિમેટ સીન લગાવો, ત્યારે કોઈ નહીં આવે આયુષી 'યસમ્મા' અને 'મૂડ એક્સ' જેવી પ્રતિબંધિત પોર્ન એપ્સની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. અમે તેમને મુંબઈના ઓશિવરાના એક કાફેમાં મળ્યા. અમે તેમને રાજેશ પાસેથી મળેલી ફિલ્મની ક્લિપ બતાવી અને પૂછ્યું કે શું આમાં તમે જ છો? આયુષીએ હા પાડી અને વાતચીત આગળ વધી. રિપોર્ટર: જૂના પ્રોજેક્ટ્સ વેચાઈ રહ્યા છે. આયુષી: હા, ઉલ્લુના પણ વેચાઈ રહ્યા છે. તેમણે ફરી શરૂ કર્યું છે અને 'ફીલ' એપ પર મૂક્યું છે. રિપોર્ટર: શું નવી મૂવીઝ પણ બનાવી રહ્યા છે? આયુષી: હા, મેં જાતે એપ્રિલ સુધી દિલ્હીમાં શૂટ કર્યું છે. સારા પૈસા મળ્યા. ફ્લાઇટ પણ તેમની તરફથી હતી. રિપોર્ટર: તે પણ સેમી ન્યૂડ હતું, અત્યારે આવા શૂટ ક્યાં ચાલી રહ્યા છે? આયુષી: હા, ટોપલેસ અને સિલિકોન લગાવીને હતું. મુંબઈમાં બોલ્ડ શૂટ નહિવત છે. મઢ પૂરેપૂરું બંધ છે. લોનાવાલા અથવા બહાર જ જાય છે. મુંબઈની બહાર કોઈ નહીં રોકે. અત્યારે આ લોકો રાત્રે 2 વાગ્યા પછી ઇન્ટિમેટ સીન લગાવે છે, ત્યારે કોઈ નહીં આવે. બાકી બધા ડાયલોગ-વાયલોગ સવારે કરાવે છે. રિપોર્ટર: 'રેડ રોઝ' કરીને નવી એપ શરૂ થઈ છે, તેમાં કેવી વસ્તુઓ છે. આયુષી: હા, તેમાં મારી પણ સિરીઝ છે. બિકિની, ટોપલેસ બધું મિક્સ છે. ઈવન ઉલ્લુ પણ VPN દ્વારા ચાલી રહ્યું છે. રિપોર્ટર: એગ્રીમેન્ટમાં શું હોય છે? આયુષી: એ જ કે જે કરી રહ્યા છો, તમારી મરજીથી કરી રહ્યા છો, અમારું નામ ન આવવું જોઈએ. અમે તમને આટલા પૈસા પણ એટલે જ આપી રહ્યા છીએ. આના સિવાય કંઈ નહીં મળે. ભલે અમે તેને ગમે ત્યાં રિલીઝ કરીએ. આયુષીના ખુલાસાઓથી સમજાયું કે અશ્લીલ ફિલ્મોનો કારોબાર ચાલુ છે. બસ તેની રીત અને ચહેરો બદલાઈ ગયો છે. જોકે અસલી સવાલ હજુ પણ બાકી હતો કે આ એપ્સ ચલાવી કોણ રહ્યું છે? આની તપાસ અમને બોલિવૂડના જાણીતા ચહેરા વિનોદ ત્રિપાઠી સુધી લઈ ગઈ. પાંચમી મુલાકાત દાવો: 7 લાખના એપિસોડથી 4 દિવસમાં 1 કરોડ 60 લાખ કમાયા વિનોદને પણ અમે મુંબઈના ઓશિવરાના એક કાફેમાં મળ્યા. તેમણે પોર્ન ફિલ્મોના શૂટિંગથી લઈને કમાણી સુધીની રીતો જણાવી. તેઓ કહે છે, ‘મારો અંગત અભિપ્રાય છે કે એપ ન બનાવો. બધું વેબસાઈટથી ચલાવો. એપ ટ્રેક થઈ, તો મુસીબત થઈ જશે. 'મૂડ એક્સ'ની ઓનર દિયા વર્મા ગોરખપુરની છે. તે ચાર વાર તો જેલ જઈ ચૂકી છે. આ લોકો હવે વેબસાઈટથી ચલાવે છે. દિયા, તેના ભાઈ-બહેન અને બનેવી ચાર પાર્ટનર છે. તેમનો મેઈન માણસ (ફાઇનાન્સર) કેનેડામાં બેઠો છે. ત્યાંથી જ લોડિંગ થઈ રહ્યું છે. નેપાળમાં શૂટિંગ થાય છે. એક વાર ભૂલથી એક એપિસોડ ગોરખપુરથી અપલોડ કરી દીધો હતો. IP પરથી પકડાઈ ગયા. હવે ઇન્ડિયામાં કંઈ નથી કરતા, નહીંતર ફસાઈ જશે. વિનોદ કહે છે, પોર્ન સાઇટ પર એકાઉન્ટ બનાવો, ડોલરમાં પૈસા ઉપાડો. સરકાર સાથે કોઈ લેવાદેવા જ નથી. તમે મૂડ એક્સ પર મારો એક એપિસોડ જોયો હશે, 'જામુનિયા'. 7 લાખનો એપિસોડ હતો. 4 દિવસમાં 1 કરોડ 60 લાખની રિકવરી હતી. 24 કલાકમાં 60 લાખ આવ્યા હતા, તે પણ ડોલરમાં. USDTમાં ટ્રાન્સફર મારો અને જલસા કરો. રિપોર્ટર: અત્યારે મૂડ એક્સના શૂટ ક્યાં થઈ રહ્યા છે? વિનોદ: નેપાળ અથવા કોલકાતામાં. બધા આર્ટિસ્ટ ત્યાં જ મળે છે. અહીંથી કોઈ નથી જતું. ત્યાં એક માણસને કોન્ટ્રાક્ટ આપે છે કે આ પૈસામાં કેટલા એપિસોડ કરીને આપશે. તે પોતાના હિસાબે બધું કરે છે. આજકાલ મઢમાં ચેકિંગ ચાલે છે. પૂછે છે કે શું શૂટ થઈ રહ્યું છે, હાર્ડ ડ્રાઈવ લાવો. ગ્રીન વેલીમાં રાજ કુંદ્રાનો કેસ આના કારણે જ થયો હતો. વીડિયો નાખતાની સાથે જ એક કલાકમાં તમને ડોલર દેખાવા શરૂ થઈ જાય છે. આ સૌથી સેફ ગેમ છે અને લાઈફટાઈમ છે. જ્યાં સુધી ઓથોરાઈઝ્ડ છે અને તમારી તેના (એક્સહેમ્સ્ટર) પર ID છે, ત્યાં સુધી તે ડિલીટ નહીં થાય. કારણ કે આ ઇન્ટરનેશનલ સાઇટ છે. રિપોર્ટર: કમ્પ્લીટ પોર્ન સાઈટ છે? વિનોદ: હા, આના સિવાય પણ 50 સાઇટ્સ છે. જો તમારે બનાવવું હોય તો હું બધું કરી આપીશ. હું કામ નથી કરતો, અરેન્જ કરાવું છું. 42 વર્ષનો એક્સપિરિયન્સ છે. રિપોર્ટર: પોર્ન ફિલ્મના હિસાબે એક એપિસોડનું કેટલું બજેટ આવશે? વિનોદ: 5 લાખ રૂપિયામાં ઓછામાં ઓછા 4 એપિસોડ બનીને મળી જશે. સારી રીતે કરશો તો બે-અઢી એપિસોડ, આનાથી વધારે નહીં. કારણ કે છોકરીઓ એક સીન કરવાના 50 હજાર માંગે છે. સોફિયા નામની એક્ટ્રેસે બે સીનના 1 લાખ 30 હજાર રૂપિયા લીધા. તમારું એકાઉન્ટ પણ ખોલાવી દઈશું, તેના પૈસા નહીં લઈએ. પાસપોર્ટ રાખશો તો એક્સહેમ્સ્ટર પર તરત એકાઉન્ટ ખુલી જાય છે, જેને ઇન્ડિયા સાથે કોઈ લેવાદેવા નથી. હું ટ્રસ્ટ વોલેટ (Trust Wallet) અથવા સેફપાલ (Safepal)નું વોલેટ ખોલી આપીશ. તમે ડોલર ક્યાં લેશો, તેનું એકાઉન્ટ અહીં બેઠા-બેઠા ખોલી આપીશું. રિપોર્ટર: આ પ્યોર પોર્ન જ છે, શું પોર્ન સાઇટ પર પણ વ્યૂઝથી ઇન્કમ થાય છે? વિનોદ: ફૂલ પોર્ન. તેના વગર ચાલશે જ નહીં. બે-ચાર મિનિટ બિકિનીમાં ચાલશે, બાકી 15 મિનિટનું ફૂટેજ લઈને ચાલો. જેટલી વધારે રીલ ચાલશે, રોલ થશે, એટલું જોવાશે. આમાં ઇમિડિયેટ (તાત્કાલિક) ઇન્કમ દેખાય છે. સબસ્ક્રિપ્શન અને મોનેટાઇઝ કરાવવાની ઝંઝટ નથી. ખાલી વ્યૂ, વર્લ્ડ વાઇડ વ્યૂ છે. તમને ખબર છે એક્સહેમ્સ્ટર માટે 22 કરોડ પ્રોડ્યુસર બનાવે છે. રિપોર્ટર: મતલબ 5 લાખમાં ફૂલ પોર્નના ઓછામાં ઓછા બે એપિસોડ બની જશે. વિનોદ: 15-20 મિનિટનો એક એપિસોડ હોય છે. પેમેન્ટ USDT માં આવે છે. કેશ કરવા માટે લાખો પાર્ટીઓ છે, જે તમારી પાસેથી પર્ચેઝ (ખરીદી) કરશે. અમે બધા આમાંથી જ લઈએ છીએ, બેંક સાથે કોઈ લેવાદેવા નહીં. સરકારને પણ પ્રૂફ નથી આપવાનું કે પૈસા ક્યાંથી આવ્યા. રિપોર્ટર: મતલબ અહીં બધાના પોર્ન સીન નેપાળમાં શૂટ થાય છે. વિનોદ: હા, 5 લાખના બજેટમાં તમને લોડિંગ સાથે બધું કામ મળશે. ખિસ્સામાંથી એક્સ્ટ્રા પૈસા નહીં નીકળે. તમને દેખાડીશું કે આ તમારું એકાઉન્ટ છે. પછી વીડિયો અપલોડ કરીશું. રિપોર્ટર: તમે એક્સહેમ્સ્ટરમાં ID બનાવી છે? વિનોદ: હા, મારી ID છે. રિપોર્ટર: તમે તમારું નાખો છો કે મૂડ એક્સવાળું નાખો છો? વિનોદ: ના-ના, મારું અલગ છે. સરકારે અશ્લીલ કન્ટેન્ટ પીરસતી એપ્સ બેન કરી. ઘણા પ્લેટફોર્મ બંધ કરી દીધા, પરંતુ કારોબાર સાથે જોડાયેલા લોકોએ કામ બંધ કરવાના બદલે રસ્તા બદલી લીધા. હવે શૂટિંગના ઠેકાણા બદલાઈ રહ્યા છે, કન્ટેન્ટ નવા પ્લેટફોર્મ પર પહોંચી રહ્યા છે અને કમાણી માટે વિદેશી વેબસાઇટ્સનો સહારો લેવામાં આવી રહ્યો છે. અમારી તપાસમાં અશ્લીલ ફિલ્મોના કારોબાર અંગે થયેલા ખુલાસાઓને લઈને અમે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ (માહિતી અને પ્રસારણ મંત્રાલય)ને અમારા સવાલો મોકલ્યા છે. જવાબ આવશે ત્યારે અમે સમાચારમાં સામેલ કરીશું.
    Click here to Read More
    Previous Article
    વાઘોડિયામાં નિવૃત્ત પ્રોફેસર સાથે ₹60 હજારની ઠગાઈ:CRPF ઓફિસરની ખોટી ઓળખ આપી સસ્તામાં ફર્નિચર આપવાની લાલચે પૈસા પડાવ્યા
    Next Article
    TVK Workers Open Gates Of Tamil Nadu Water Channel For 'Reels', Trigger Panic

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment