Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરસિંહ મહેતા તળાવમાં કરોડોના ભ્રષ્ટાચારના વિપક્ષના આક્ષેપો:​₹60 કરોડના ખર્ચે બનેલા નરસિંહ મહેતા સરોવરમાં 4 મહિનામાં જ ભ્રષ્ટાચારના પોપડા નીકળ્યા, વગર વરસાદે તળાવ ફરી ખોદવા સામે સવાલો,વિપક્ષે કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ

    1 week ago

    જૂનાગઢની જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અંદાજે ₹60 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા નરસિંહ મહેતા સરોવર (તળાવ) ની બ્યુટીફિકેશનની કામગીરી પર હવે ગંભીર સવાલો ઊભા થયા છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં ભારે ગાજવીજ સાથે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તે પ્રોજેક્ટમાં માત્ર ચાર મહિનાની અંદર જ ભ્રષ્ટાચારના પોપડા બહાર આવવા લાગ્યા છે. તળાવના નવીનીકરણમાં લોખંડની બારીઓથી લઈને દીવાલોના બાંધકામમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ​મહાનગરપાલિકાના વિપક્ષી નેતા લલિત પરસાણાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ નરસિંહ મહેતા તળાવનું ફેબ્રુઆરી 2026 માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હજી તો માંડ 2 થી 3 મહિના જેવો સમય થયો છે. આટલા ટૂંકા ગાળામાં જ તળાવની અંદર લોકો માટે બનાવવામાં આવેલી બેસવાની પાળીઓ તૂટવા માંડી છે. આ ઉપરાંત તળાવના માઉન્ટન પાસે આવેલી મુખ્ય દીવાલ પણ અત્યારથી જ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. તળાવની ફરતે આવેલી લોખંડની જારીઓ પર જે કલર મારવામાં આવ્યો હતો તે પણ ઉખડી ગયો છે અને કાટ લાગવાને કારણે નબળું લોખંડ બહાર દેખાવા માંડ્યું છે. ​અગાઉ તળાવમાં ગંદકી ઉભરાવાને કારણે સેંકડો માછલાઓના મોત થયા હતા. હાલની સ્થિતિએ સૌથી મોટી બેદરકારી એ છે કે વગર ચોમાસે તળાવને ફરીથી ઊંડું ઉતારવાની કામગીરી ચાલી રહી છે. લોકાર્પણ સમયે મનપાના એન્જિનિયરોએ મોટો દાવો કર્યો હતો કે ₹ 7 થી 8 કરોડના ખર્ચે તળાવ ઊંડું કરાતાં તેની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા બમણી થઈ જશે. જો ટેન્ડર મુજબ કરોડો રૂપિયા ખર્ચીને તળાવ ઊંડું કરાયું જ હતું, તો પછી ચોમાસાના વરસાદ વગર માત્ર ત્રણ મહિનામાં તળાવ આખું કેમ ભરાઈ ગયું ? વરસાદ જ નથી આવ્યો તો તળાવમાં પાણી ક્યાંથી આવ્યું અને અત્યારે ફરીથી તેને ઊંડું કેમ કરવું પડે છે? આ બાબત જ સાબિત કરે છે કે અગાઉ કોઈ ખોદાણ થયું જ નથી અને જનતાના કરોડો રૂપિયા સગેવગે કરી દેવાયા છે.તળાવમાં ગટરનું પાણી શુદ્ધ કરવા માટે લાખોના ખર્ચે નંખાયેલો ફિલ્ટરેશન પ્લાન્ટ હાલ સંપૂર્ણ બંધ પડ્યો છે. તળાવ આખું ભરેલું દેખાય તે માટે આનંદપુર ડેમમાંથી કિંમતી પાણી લાવીને આ તળાવમાં પધરાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાથી તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જરૂરી છે. દિવ્યભાસ્કર દ્વારા આ ગંભીર બેદરકારી અંગે વોટર વર્ક્સ શાખાના જવાબદાર અધિકારી અને બ્યુટીફિકેશનની જવાબદારી સંભાળતા એન્જિનિયર અલ્પેશ ચાવડા સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં મીની વાવાઝોડાનો કહેર:અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, લોકો ઇજાગ્રસ્ત; વીજ પુરવઠો ખોરવાયો
    Next Article
    કાચી ઉંમરનું પ્રેમ પ્રકરણ પરિવાર માટે આફ્ત બન્યું:ભાગેલી બે સગીર દીકરી ઘરે પરત ફરતાં બાળ લગ્ન કરાવવાની અને વેચી નાખવાની ધમકી; PBSC સેન્ટર સામે પિતા નમ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment