Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં મીની વાવાઝોડાનો કહેર:અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, લોકો ઇજાગ્રસ્ત; વીજ પુરવઠો ખોરવાયો

    1 week ago

    મહીસાગર જિલ્લામાં સોમવારે રાત્રે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદે તબાહી મચાવી હતી. આ ઘટનામાં વૃક્ષો ધરાશાયી થયા, કેટલાક બાઈકચાલકોને ઈજા થઈ અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગે મહીસાગર જિલ્લામાં 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની આગાહી કરી હતી. આ આગાહી સોમવારે રાત્રે સચોટ સાબિત થઈ. રાત્રે લગભગ 9 વાગ્યા પછી કડાણા તાલુકાથી શરૂ થઈને સમગ્ર જિલ્લામાં ભારે પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદનો સમયગાળો ટૂંકો હોવા છતાં, ભારે પવને વ્યાપક નુકસાન પહોંચાડ્યું. કડાણા તાલુકાના માલવણ-ધરોડા માર્ગ પર એક વૃક્ષ ધરાશાયી થતાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાના પ્રાથમિક અહેવાલો છે. જિલ્લા મુખ્ય મથક લુણાવાડાના મોડાસા માર્ગ પર ચાર કોસીયા નાકા પાસે IDFC બેંક સામે આવેલું એક વિશાળ ગુલમહોરનું વૃક્ષ મૂળ સહિત ઉખડીને માર્ગ પર પડ્યું હતું. સદનસીબે, સતત અવરજવરવાળા આ માર્ગ પર ઘટના સમયે કોઈ વાહન કે વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, વૃક્ષ નીચે પાર્ક કરેલી એક મોટરસાયકલ દબાઈ ગઈ હતી. આ ઉપરાંત, જિલ્લા સેવા સદન માર્ગ પર પણ એક વૃક્ષની મોટી ડાળ તૂટી પડતાં માર્ગનો એક ભાગ અવરોધિત થયો હતો. ઉલ્લેખનીય છે કે આ માર્ગ જિલ્લાની તમામ મહત્વની સરકારી કચેરીઓ તરફ જતો મુખ્ય માર્ગ છે. ભારે પવન શરૂ થતાં જ ગ્રામ્ય વિસ્તારોની સાથે શહેરોમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અનેક વિસ્તારોમાં કલાકો સુધી અંધારપટ છવાઈ ગયો હતો. આને કારણે MGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. દર મંગળવારે મેન્ટેનન્સના નામે વીજ પુરવઠો બંધ રાખવામાં આવે છે, તેમ છતાં પ્રથમ જ વરસાદ અને પવનમાં વીજ વ્યવસ્થા ખોરવાઈ જતાં લોકોએ કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા હતા. હાલ જિલ્લામાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ બાદ થયેલા નુકસાનનો તાગ મેળવવાની કામગીરી ચાલી રહી છે. અન્ય વિસ્તારોમાંથી પણ નુકસાનના અહેવાલો મળી રહ્યા છે અને આગામી કલાકોમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    હજીરામાં LTના પ્લાન્ટમાં મોદી રોકાશે 45 મિનિટ:મેક ઈન ઈન્ડિયાના સંરક્ષણ પ્રોજેક્ટ્સનું કરશે ઈન્સ્પેક્શન,5 જૂને સુરતમાં સભા સ્થળે તમામ ધારાસભ્યો-કોર્પોરેટરોએ EV લાવવું ફરજિયાત
    Next Article
    નરસિંહ મહેતા તળાવમાં કરોડોના ભ્રષ્ટાચારના વિપક્ષના આક્ષેપો:​₹60 કરોડના ખર્ચે બનેલા નરસિંહ મહેતા સરોવરમાં 4 મહિનામાં જ ભ્રષ્ટાચારના પોપડા નીકળ્યા, વગર વરસાદે તળાવ ફરી ખોદવા સામે સવાલો,વિપક્ષે કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment